India's Bahubali City: જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા હોય છે. તેમણે આ વખતે એક ભારતીય સક્સેસ સ્ટોરી શેર કરી છે. તેમણે ગુજરાત રાજ્યના મોરબી અને સિરામિક ઈન્ડસ્ટ્રીઝન દબદબા અંગેનો એક વીડિયો શેર કર્યો છે. મોરબી અંગે આ વીડિયો જોઈ મહિન્દ્રાએ પોતાની ખુશી વ્યક્ત કરી છે.
આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે એક નાનુ શહેર સિરામિક ઈન્ડસ્ટ્રીઝમાં વિશ્વ સ્તર પર મોટી ભૂમિકા ભજવી રહેલ છે.
Can Indian businesses compete with China?
— anand mahindra (@anandmahindra) March 7, 2025
Maybe we’re not looking in the right places for success stories.
I was delighted to see this video on the ‘Morbi’ effect.
Agile, small-town entrepreneurs—The ‘bahubalis’ of India.
👏🏽👏🏽👏🏽 pic.twitter.com/L4PiMVzYZl
મોરબી ગ્લોબલ સિરામિક હબ તરીકે ડેવલપ થયું છે, જે ભારતના સિરામિક પ્રોડક્શનનું 90 ટકા હિસ્સેદારી ધરાવે છે. આશરે 1000 પારિવારીક માલિકીની આ ફેક્ટરી સાથે મોરબીનો સિરામિક ઉદ્યોગ વર્ષ 1930ના દાયકામાં વિકાસ પામ્યો હતો. જે અત્યારે ચીનનો ટક્કર આપી રહેલ છે.
આ પણ વાંચો
મોરબી ભારતનું બિઝનેસ બાહુબલી
આ વ્યવસાય વિશ્વના સિરામિક પ્રોડક્શનના 13 ટકા પર કન્ટ્રોલ રાખે છે અને હજારો કરોડ રૂપિયાના ઈન્ડસ્ટ્રીઝમાં યોગદાન કરે છે. આશરે ચાર લાખ લોકોને રોજગારી આપે છે. મોરબીના કારોબારીઓની પ્રશંસા કરતાં મહિન્દ્રાએ કહ્યું કે શું ભારતીય બિઝનેસ ચીન સાથે કમ્પીટ કરી શકે છે? કદાંચ અમે સફળતાની કહાનીઓ માટે યોગ્ય જગ્યા શોધી રહ્યા નથી. મોરબી પ્રભાવ અંગેનો આ વીડિયો જોઈ મને ઘણી ખુશી થઈ.