8th Pay Commission:કર્મચારીઓનો પગાર-પેન્શન ક્યારથી વધશે, ફિટમેન્ટ ફેક્ટર કેટલું નક્કી થશે તે અંગે આવ્યું મોટું અપડેટ

હકીકતમાં સરકારે સંસદમાં લેખિત જવાબમાં માહિતી આપી છે કે 8માં પગાર પંચ(8th Central Pay Commission)ની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 26 Mar 2026 08:24 PM (IST)Updated: Thu, 26 Mar 2026 08:24 PM (IST)
8th-pay-commissiona-big-update-has-come-regarding-when-the-salary-and-pension-of-employees-will-increase-how-much-the-fitment-factor-will-be-decided

8th Pay Commission:8માં પગાર પંચ (8the Pay Commission)ને લઈ મોટું અપડેટ સામે આવ્યું છે અને ટાઈમલાઈન (Timeline) લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. જોકે મૂળ પ્રશ્ન હજું યથાવત છે કે કર્મચારીઓના પગાર અને પેન્શન કેટલું વધશે અને કેટલો ફાયદો મળશે?

હકીકતમાં સરકારે સંસદમાં લેખિત જવાબમાં માહિતી આપી છે કે 8માં પગાર પંચ(8th Central Pay Commission)ની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી. આ પંચને 18 મહિનાની અંદર ભલામણ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. એટલે કે પગાર, ભથ્થા અને પેન્શન અંગે ફાઈનલ રિપોર્ટ 2026 (8th Pay Commission Report 2026)ના અંત સુધીમાં આવી શકે છે.

સરકારે આ સાથે સ્પષ્ટતા કરી છે કે પગાર વધારાની અસર ત્યારે થશે કે જ્યારે પંચની ભલામણો મંજૂર થશે. અત્યારે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અલબત આ અંતિમ નિર્ણય નથી.

31 માર્ચ સુધી આપી શકાય છે સૂચનો
પંચ વિવિધ પક્ષકારો પાસેથી સૂચનો લઈ રહેલ છે. MyGove પોર્ટલ પર 18 પ્રશ્નોનું એક ફોર્મ ઈશ્યુ થયું છે, જેમાં મંત્રાલય, રાજ્ય સરકાર, કર્મચારી, પેન્શનર્સ અને સામાન્ય પ્રજાને તેમના અભિપ્રાયો આપી શકે છે. સૂચનો આપવાની અંતિમ તારીખ 31 માર્ચ 2026 છે.

સૌથી મોટો પ્રશ્ન: પગાર ક્યારે વધશે?
જોકે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાનું માનવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પગાર વધારો કર્મચારીઓના ખાતામાં પછીથી જમા થશે. નિષ્ણાતો માને છે કે આ લાભ 2026 ના અંત સુધીમાં અથવા 2026-27 નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થઈ શકે છે.

જોકે એકમાત્ર રાહત એ છે કે કર્મચારીઓને બાકી રકમ મળશે. તેનો અર્થ એ થયો કે જો પગાર પાછળથી વધારવામાં આવે તો પણ ગણતરી 1 જાન્યુઆરી, 2026 થી કરવામાં આવશે જે તારીખ 7મા પગાર પંચનો સમયગાળો સમાપ્ત થાય છે.

મહત્વપૂર્ણ પ્રશ્ન: પગાર વધારો કેટલો થશે?
હાલમાં સરકાર દ્વારા કોઈ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ અંદાજ મુજબ 20% થી 35% નો વધારો થશે. ફિટમેન્ટ ફેક્ટર 2.4 અને 3.0 (8th Pay Commission Fitment Factor)ની વચ્ચે હોઈ શકે છે. સરખામણીમાં, છઠ્ઠા પગાર પંચમાં આશરે 40% નો વધારો જોવા મળ્યો હતો, અને 7મા પગાર પંચમાં 23-25% નો વધારો જોવા મળ્યો હતો, જેમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો.