8th Pay Commission:સરકારી કર્મચારીઓ અને પેન્શરન્સ વચ્ચે અત્યારે આઠમા પગાર પંચ (8th Pay Commission)ને લઈ જે ચર્ચા ચાલી રહી છે. 1લી જાન્યુઆરી 2026થી લાગૂ થયેલું આ વેતન પંચ નિવૃત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈના વડપણ હેઠળ સમિતિ વિવિધ મુદ્દાને લઈ વિચાર કરી રહેલ છે. આ સમિતિ તેની ભલામણો અને સૂચનો આ વર્ષના અંતમાં અથવા વર્ષ 2027 સુધીમાં નિર્ણય કરે તેવી શક્યતા છે.
20 મહિનાનું એરિયર્સ પણ મળશે
નિષ્ણાતોના મતે જો આઠમા પગાર પંચનું વેતન 1લી જાન્યુઆરીથી લાગૂ થશે પણ તેમાં વિલંબ વચ્ચે સરકાર પૂરા 20 મહિના માટે એરિયર્સ કર્મચારીઓને આપી શકે છે. ઈકોનોમિક ટાઈમ્સની માહિતી પ્રમાણે કર્મચારીઓને 20 મહિનાનું એરિયર્સ રૂપિયા 3.6થી લઈ રૂપિયા 15 લાખ સુધી હોઈ શકે છે. આ રકમ કર્મચારીના બેઝીક પગાર પર આધાર રાખે છે.
કોણે થશે વધારે ફાયદો
ઓછા અને મધ્યમ પ્રમાણમાં પગાર ધરાવતા કર્મચારીઓને સૌથી વધારે ફાયદો થવાની શક્યતા છે. જેમ કે લેવલ-1 કર્મચારીનો બેઝીક પગાર રૂપિયા 18,000 છે તો તે વધીને રૂપિયા 36,000-46,260 થઈ શકે છે. લેવલ 6 કર્મચારીઓનો પગાલ રૂપિયા 35,400થી વધી રૂપિયા 70,800-90,978 થઈ શકે છે. લવલ-8ના કર્મચારીનો બેઝીક પગાર રૂપિયા 47,600 છે, જે 2.57 ફેક્ટર પર રૂપિયા 1.2 લાખથી વધારે થઈ શકે છે. જો 3.0થી વધારે ફેક્ટર મંજૂરી થાય છે તો તે વધી વધારે વધી શકે છે.એકંદરે માસિક પગારમાં વધારો રૂપિયા 18000થી રૂપિયા 74000 અથવા વધારે હોઈ શકે છે.
ફિટમેન્ટ ફેક્ચરથી નક્કી થશે પગાર વધારો
પગારમાં વધારો થવાનો આધાર ફિટમેન્ટ ફેક્ટર પર રહેલ છે. ફિટમેન્ટ ફેક્ટર એવી સંખ્યા છે કે જેનો ઉપયોગ બેઝીક પગાર વધારા માટે કરવામાં આવે છે. અગાઉ 7માં પગાર પંચમાં તે 2.57 પર નક્કી કરવામાં આવેલો. કર્મચારી યુનિયનનું કહેવું છે કે આઠમાં પગાર પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટર 3.0થી 3.25 વચ્ચે હોવું જોઈએ. કારણ કે છેલ્લા 10 વર્ષમાં મોંઘવારી અને જીવન નિરવાહ ખર્ચ ઘણો વધી ગયો છે.
