8th Pay Commission: 8માં પગાર પંચમાં લઘુતમ પગાર રૂપિયા 51480 થઈ શકે છે, નવા Pay Commissionમાં કર્મચારીઓને થશે બમ્પર લાભ

8th Pay Commission Update:નવા વર્ષ નિમિત્તે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે 8માં પગાર પંચની રચનાને મંજૂરી આપી છે. સરકારી કર્મચારીઓ અને પગારદારો લાંબા સમયથી તેને લઈ માંગ કરી રહ્યા હતા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 12 Aug 2026 06:10 PM (IST)Updated: Wed, 12 Aug 2026 06:10 PM (IST)
8th-pay-commission-basic-salary-may-reach-rupee-51480-according-to-fitment-factor

8th Pay Commission Update:નવા વર્ષ નિમિત્તે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે 8માં પગાર પંચની રચનાને મંજૂરી આપી છે. સરકારી કર્મચારીઓ અને પગારદારો લાંબા સમયથી તેને લઈ માંગ કરી રહ્યા હતા. ચાલો જાણીએ કે તેમના Pay Commission લાગુ થવાની અસર સરકારી કર્મચારીઓના પગાર પર કેટલી અસર થશે. અને તેને ક્યા સુધી લાગુ કરી શકાય છે.

8માં પગાર પંચમાં શું છે?(What is 8th Pay Commission)

આ 8માં પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા પેન્શન, ભથ્થા અને પગારમાં ફેરફાર કરશે. જ્યાં એક બાજુ Pay Commission લાગુ થયા બાદ સરકારી કર્મચારીઓના પગાર વધશે તો બીજીબાજુ મોંઘવારી ભથ્થાને લઈ ફેરફાર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે Pay Commission કેન્દ્ર સરકારને સરકારી કર્મચારીઓના પગારમાં સુધારો કરવાની સલાહ આપે છે. આ પ્રક્રિયા દર 10 વર્ષમાં કરવામાં આવે છે.

રૂપિયા 51480 થઈ શકે છે લઘુતમ બેસિક પગાર

સરકાર તરફથી એવી કોઈ માહિતી આપવામાં આવી નથી કે જેની ચોક્કસ ટકાવારીમાં કેટલો પગાર વધશે. જોકે આ ફિટમેન્ટ ફેક્ટરથી જ નક્કી થાય છે. અલગ-અલગ અહેવાલ પ્રમાણે 2.57-2.86 કરવામાં આવી શકે છે. જો આમ થાય છે તો Fitment Factor 2.86 પ્રમાણે લઘુતમ બેસિક પગાર રૂપિયા 18000થી વધીને રૂપિયા 51,480 થઈ શકે છે.

 ફિટમેન્ટ ફેક્ટરનું થાય છે?

Pay Commission આ ફિટમેન્ટ ફેક્ટર મારફતે પગાર, પેન્શન અને ભથ્થામાં સુધારા કરે છે. આ રીતે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શન કેલક્યુલેશન કરવામાં આવે છે. તેમાં મોંઘવારી, કર્મચારીઓની જરૂરિયાત વગેરે ફેક્ટર સામેલ રહે છે.

સરકારે 50 લાખ કર્મચારીઓને આ Pay Commissionનો લાભ મળી શકે છે. 60 લાખ પેન્શનર્સને પણ તેનો ફાયદો મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહેવાલ પ્રમાણે Pay Commissionને 1 જાન્યુઆરી 2026માં લાગુ કરવામાં આવી શકે છે.