8th Pay Commission: પગાર પંચ સમક્ષ ફેમિલી યુનિટ 5 કરવા માંગ, સૌની નજર ચંડીગઢમાં અત્યંત મહત્વની મિટીંગ પર

8th Pay Commission latest Updates: 8માં પગાર પંચને લઈ સતત ત્રીજા દિવસ બાદ બેઠક પૂરી થઈ ગઈ છે. 7-8 સપ્ટેમ્બરના રોજ પગાર પંચ(Pay Commission)ની બેઠક ચેન્નઈમાં યોજાઈ હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 12 Sep 2026 03:08 PM (IST)Updated: Sat, 12 Sep 2026 03:08 PM (IST)
8th-pay-commission-latest-update-over-family-units-and-important-meeting-at-chandigarh

8th Pay Commission latest Updates: 8માં પગાર પંચને લઈ સતત ત્રીજા દિવસ બાદ બેઠક પૂરી થઈ ગઈ છે. 7-8 સપ્ટેમ્બરના રોજ પગાર પંચ(Pay Commission)ની બેઠક ચેન્નઈમાં યોજાઈ હતી. 9 ઓગસ્ટના રોજ બેઠક પુડુચેરીમાં થઈ હતી. હવે 16,17 અને 18 સપ્ટેમ્બરના રોજ પે કમીશનની બેઠક ચંડીગઢમાં યોજાવાની છે.

આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2025માં પે કમીશનની રચના બાદ પંચ અત્યાર સુધી સુધી દેશના વિવિધ ભાગોમાં અનેક બેઠકો કરી ચુક્યાં છે. દિલ્હી, લખનઉ, કોલકાતા, ભુવનેશ્વર શ્રીનગર, જમ્મુમાં પહેલી બેઠક યોજાઈ ચુકી છે.

5 વર્ષમાં પગાર પંચની માંગ (8th Pay Commission News) 

કમિશનની બેઠકમાં કર્મચારીઓ અનેક માંગણી કરી રહ્યા છે. ફિટમેન્ટ ફેક્ટર અને DA ઉપરાંત સૌથી વધુ ધ્યાન Modified Assured Career Progression ની માંગ પર છે. હાલમાં કર્મચારીઓને દર 10 વર્ષની સેવા પછી આ લાભ મળે છે. કમિશનની બેઠકમાં, આને દર 5 વર્ષે લંબાવવાની માંગણીઓ કરવામાં આવી છે. જો આવું થાય, તો કર્મચારીઓને મોટો ફાયદો થશે.

DA અંગે મોટી માંગ (8th Pay Commission DA demand)

કેન્દ્રીય કર્મચારીઓના સંગઠનો માંગ કરી રહ્યા છે કે જ્યારે ડીએ 25 ટકા સુધી પહોંચે છે ત્યારે તેને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે. વધુમાં, ડીએમાં વધારો વર્ષમાં બે નહીં પરંતુ ચાર વખત થાય છે. એ નોંધવું જોઇએ કે કેન્દ્રીય કર્મચારીઓ હાલમાં 62 ટકા મોંઘવારી ભથ્થું મેળવી રહ્યા છે.

ફેમિલી યુનિટ 5 કરવા માંગ(8th Pay Commission Family unit)

સંગઠનોએ પણ ફેમિલી યુનિટની સંખ્યામાં વધારો કરવાની માંગ કરી છે. હાલમાં 7મા પગાર પંચ હેઠળ, ફેમિલી યુનિટની સંખ્યા ત્રણ નક્કી કરવામાં આવી છે. તેને વધારીને પાંચ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જો આવું થશે તો કર્મચારીઓનો મૂળ પગાર પહેલા કરતા પણ વધુ થશે. કર્મચારી સંગઠનોનું એમ પણ કહેવું છે કે સમય જતાં માતાપિતાને પણ આ યાદીમાં સામેલ કરવા જોઈએ.