8th Pay Commission: મોદી સરકાર દ્વારા ગત જાન્યુઆરી મહિનામાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્વે 8માં પગાર પંચને મંજૂરી જરૂર આપી દીધી હતી. જેના કારણે કરોડો સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી, કારણ કે 8મું પગાર પંચ લાગુ થવાની સાથે જ તેમનો પગાર વધી જવા સાથે તેમને કેટલાક અન્ય ફાયદા પણ મળવા માંડશે.
8માં પગાર પંચને લઈને સરકાર દ્વારા સર્ક્યુલર જારી કરી દેવામાં આવ્યું હતુ, જે અંતર્ગત 35 પદ પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેનો અર્થ એ થયો કે, સરકાર દ્વારા પગાર પંચની પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે. જો કે હજુ પણ તેમાં વિલંબ થવાની શક્યતા નકારી શકાય નહીં.
હકીકતમાં ફાઈનાન્સ મિનિસ્ટ્રી કે ડિપાર્ટમેન્ટ ઑફ એક્સ્પેન્ડિચર દ્વારા 8માં પગાર પંચને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. જેનું મુખ્ય કારણ બજેટની લિમિટ અથવા નાણાકીય બોજ હોઈ શકે છે. જો કે આ મામલે પણ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
8માં પગાર પંચમાં કેટલો વધી શકે છે પગાર?
અગાઉ જાન્યુઆરી 2016માં મોદી સરકાર દ્વારા સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતુ. જેની ભલામણો 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહી છે. જેની પહેલા ચોથા, પાંચમા અને છઠ્ઠા પગાર પંચનો કાર્યકાળ 10 વર્ષનો હતો.
બીજી તરફ કેટલાક રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછો 2.57 થી 2.86 નક્કી કરવામાં આવી શકે છે. 8માં પગાર પંચમાં મેક્સીમમ રેન્જ અંતર્ગત બેઝીક સેલેરી 26 હજાર થઈ જશે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ પણ અગાઉની સરખામણીમાં વધી શકે છે.
વર્તમાનમાં મોંઘવારીની સ્થિતિને જોતા એક્સપર્ટનો અંદાજ છે કે, મોંઘવારી ભથ્થામાં 3 ટકા સુધી વધારો કરવામાં આવી શકે છે. આ સિવાય 8માં પગાર પંચમાં પેન્શનધારકોને પણ મોટી ભેટ આપવામાં આવી શકે છે.
હવે ફિટમેન્ટ ફેક્ટર એટલે શું તે સમજીએ તો, હકીકતમાં સરકારી કર્મચારીઓ તેમજ પેન્શન ધારકોનો પગાર અને પેન્શન વધારવા માટે ઉપયોગમાં લેવાતો એક ફોર્મુલા છે. જેના આધારે અલગ-અલગ લેવલ પર પગારમાં વધારો કરવામાં આવે છે.
જણાવી દઈએ કે, દર 10 વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા પગાર પંચની રચના કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને મળતા પગાર સહિત પેન્શન તેમજ પેન્શનના લાભની સમીક્ષા કરવાની છે.
