8th Pay Commission Salary Calculator: કેન્દ્ર સરકારે 1.27 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન વધારવા માટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે. આ નિર્ણયથી આગામી દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના પગાર અને પેન્શનમાં વધારો કરવામાં આવશે.
8મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓમાં પગાર વધારો ઘણા પરિબળો પર આધાર રાખે છે. જેમાં મોંઘવારી ભથ્થું (DA), નાણાકીય સ્થિતિ અને સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ પગારનો સમાવેશ થાય છે. પરંતુ હાલમાં ગણતરી અગાઉના પગારપંચો દ્વારા લેવામાં આવેલા પગલાંના આધારે કરી શકાય છે.
સ્ટેપ 1: ફિટમેન્ટ ફેક્ટર
આ પણ વાંચો
ફિટમેન્ટ ફેક્ટર એ 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના વર્તમાન મૂળભૂત પગારને 8મા પગાર પંચ હેઠળ તેમના મૂળભૂત પગારને જાણવા માટે ગુણાકાર માટે વપરાતી સંખ્યા છે. જેમ કે 8મા પગાર પંચ માટે પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર 2.28 છે. આનો અર્થ એ છે કે કર્મચારીઓના પગારને તેમના નવા પગારની ગણતરી કરવા માટે 2.28 વડે ગુણાકાર કરવામાં આવશે.
નવો પગાર - વર્તમાન પગાર ગુણ્યા x ફિટમેન્ટ ફેક્ટર
જો કોઈ લેવલ 1 નો કર્મચારી હોય તો
હાલનો પગાર (7મા પગાર પંચ મુજબ) 18000
ફિટમેન્ટ ફેક્ટર 2.28
નવો પગાર - 18000 x 2.28 = 40,944
8મા પગારુપંચ મુજબ કર્મચારીઓનો પગાર વધીને 40,944 થઈ જશે. નિષ્ણાતોના મતે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 3 થી 3.5 સુધી વધી શકે છે.
સ્ટેપ 2 - મોંઘવારી ભથ્થું
આ સિવાય સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું પણ આપવામાં આવે છે. 2026 સુધીમાં મોંઘવારી ભથ્થું 70 ટકા સુધી વધી શકે છે. જો લેવલ 1 કર્મચારીનો નવો પગાર 40,944 છે તો તે મોંઘવારી ભથ્થા સાથે કેટલો વધશે, જાણો
40,944 માં 70 ટકા મોંઘવારી ભથ્થું એટલે કે 28,660 ઉમેરાશે
કુલ પગાર = 40,944 + 28,660.80 = 69,604
કર્મચારીનો કુલ પગાર 69,600 આસપાસ થઈ શકે છે.
સ્ટેપ 2 - પે મેટ્રિક્સ
પે મેટ્રિક્સ એ એક ટેબલ છે જે ફિટમેન્ટ ફેક્ટરના આધારે 8મા પગાર પંચમાં દરેક લેવલનો પગાર દર્શાવે છે. દરેક સ્તર માટે નવા પગારની પે મેટ્રિકસમાં પહેલાથી જ ગણતરી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, લેવલ 1 ના કર્મચારીનો પગાર 18,000 થી 21,600 થશે, જ્યારે લેવલ 13 ના કર્મચારીનો પગાર 1,23,100 થી 1,47,720 થશે.
નવા પગારની ગણતરી
- નવા મૂળભૂત પગારની ગણતરી કરવા માટે વર્તમાન પગારને ફિટમેન્ટ ફેક્ટર (2.28) વડે ગુણાકાર કરો.
- નવા મૂળ પગારમાં મોંઘવારી ભથ્થું (DA) ઉમેરો, જે 70% સુધી પહોંચવાની અપેક્ષા છે.
- તમારી સ્થિતિ માટે ચોક્કસ પગાર જોવા માટે દરેક લેવલ માટે પે મેટ્રિક્સ ટેબલ ધ્યાને લો.
- આ પ્રક્રિયાના આધારે સરકારી કર્મચારીઓનું લઘુત્તમ વેતન 1 જાન્યુઆરી 2026 થી 18,000 થી વધીને 41,000 થશે.