GST Council Meeting: સામાન્ય વર્ગને મળશે રાહત, જાણો કાર, સિમેન્ટ, દૂધ-દહીં, ફળો સહિત શું સસ્તું અને મોંઘુ થશે?

ઘી, માખણ, ટૂથપેસ્ટ, શેમ્પૂ, પનીર, મિલ્ક પાઉડર, સિમેન્ટ અને કાર સહિત સામાન્ય લોકોના ઉપયોગની અનેક વસ્તુઓ પર GST ઘટી શકે છે. આનો સીધો ફાયદો આમ ગ્રાહકો અને નાના વેપારીઓને થશે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Wed 03 Sep 2025 12:35 PM (IST)Updated: Wed 03 Sep 2025 12:35 PM (IST)
56th-gst-council-meeting-2025-updates-major-rate-cuts-on-essentials-like-food-cement-insurance-and-small-cars-596532

GST Council Meeting 2025 News Updates: જીએસટી કાઉન્સિલની 56મી બેઠક આજથી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર GST માળખામાં વ્યાપક સુધારાની જાહેરાત કરી હતી, જેના પગલે આ બેઠક અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. આ બેઠકમાં રોજિંદા વપરાશની વસ્તુઓ પર GST ઘટાડવા અને ટેક્સ સ્લેબની સંખ્યા ચારથી ઘટાડીને બે એટલે કે 5 ટકા અને 18 ટકા કરવાની ચર્ચા ચાલી રહી છે.

28 ટકા અને 12 ટકાના ટેક્સ સ્લેબ થશે

અહેવાલો અનુસાર હાલના 28 ટકા અને 12 ટકાના ટેક્સ સ્લેબ સમાપ્ત થઈ શકે છે. 250 થી વધુ વસ્તુઓ પર લાગતા હાલના 12 ટકા કરમાં ફેરફારની સંભાવના છે, જેમાંથી લગભગ 223 વસ્તુઓને 5 ટકાસ્લેબમાં અને બાકીની વસ્તુઓને 18 ટકા સ્લેબમાં લાવવામાં આવી શકે છે. તેવી જ રીતે 28 ટકાના સ્લેબમાંથી લગભગ 30 વસ્તુઓને 18 ટકાના દાયરામાં લાવવામાં આવી શકે છે.

શું સસ્તું થશે

ઘી, માખણ, ટૂથપેસ્ટ, શેમ્પૂ, પનીર, મિલ્ક પાઉડર, સિમેન્ટ અને કાર સહિત સામાન્ય લોકોના ઉપયોગની અનેક વસ્તુઓ પર GST ઘટી શકે છે. આનો સીધો ફાયદો આમ ગ્રાહકો અને નાના વેપારીઓને થશે. કપડાંને 5 ટકા GST દરમાં સામેલ કરવાની યોજના છે, જ્યારે સિમેન્ટ પરનો GST 28 ટકા થી ઘટાડીને 18 ટકા થઈ શકે છે. ટર્મ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પર પણ GST સમાપ્ત થવાની સંભાવના છે.

ખાસ કરીને 4 મીટર સુધીની નાની કાર પર GST દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા થવાની શક્યતા છે. હાલમાં આ કારો પર 28 ટકા GST અને 22 ટકા સેસ મળીને કુલ 50 ટકા ટેક્સ લાગે છે, જે ઘટીને 40 ટકા થઈ જશે. આ ઉપરાંત 7500 થી ઓછી કિંમતના હોટલ રૂમ પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે. વાહનોના કલપુર્જા, એર કંડિશનર, ટેલિવિઝન, મોટરસાયકલ અને લેડ-એસિડ બેટરી જેવી વસ્તુઓ પણ 28 ટકાના સ્લેબમાંથી 18 ટકાના દાયરામાં આવી શકે છે.

શું મોંઘું થશે

લક્ઝરી કાર, ફ્લાઇટ ટિકિટ, સિગારેટ, તમાકુ ઉત્પાદનો, સોફ્ટ ડ્રિંક્સ, પેઇન્ટ, પરફ્યુમ, ડીશવોશર, લક્ઝરી ઘડિયાળો, સટ્ટો, જુગાર, સિનેમા ટિકિટ, 5 સ્ટાર હોટેલ સેવાઓ પર રાહતની કોઈ શક્યતા નથી.