New GST Reforms: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી સુધીમાં ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST)ને તર્કસંગત કરવા માટેની સરકારની યોજનાને જાહેર કરી છે. સરકારના આ પગલાંથી કાર્સથી લઈ સિમેન્ટ અને હોમ અપ્લાયન્સિસ સુધીમાં કઈ-કઈ વસ્તુઓ શુ અસર થશે તે અંગે આજે આપણે માહિતી મેળવશું.
- વિશ્વના ચોથા ક્રમના સૌથી મોટા અર્થતંત્રને વધારે વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે ભારત GST વ્યવસ્થાને વધુ તર્કસંગત કરશે.
- સૂચિત GST સુધારા કે જેમાં વર્તમાન ચાર સ્લેબથી ઘટાડીને બે ટેક્સ સ્લેબમાં તબદિલ કરવામાં આવશે અને તેને પલે અનેક સેક્ટરમાં કાર્સથી લઈ સિમેન્ટ સુધી અને કન્ઝ્યુમર ગુડ્સ તેમ જ અનેક તમામ સેક્ટરો ઘણો લાભ થશે.
- સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે 28% સ્લેબમાંથી લગભગ 90% વસ્તુઓ 18%માં ખસેડવામાં આવશે. 12% સ્લેબમાં લગભગ તમામ વસ્તુઓ 5% માં ખસેડવામાં આવશે. તેનો અર્થ એ છે કે લગભગ તમામ આવશ્યક ચીજવસ્તુઓ અને ઘરગથ્થુ વસ્તુઓ સસ્તી થશે.
- આ પૃષ્ઠભૂમિમાં આ વર્ષે દિવાળીની આસપાસ સૂચિ GST સુધારા અને દર ઘટાડા અમલમાં આવ્યા પછી શું મોંઘુ થઈ શકે છે અને શું મોંઘુ રહે છે તેના પર એક નજર.
- સિટી રિસર્ચના જણાવ્યા અનુસાર 12% સ્લેબને 5% સાથે મર્જ કરવાથી દવાઓ, પ્રોસેસ્ડ ફૂડ અને નોન-આલ્કોહોલિક પીણાં, કેટલીક ડેરી પ્રોડક્ટ્સ, તેમજ કપડાં, હોટલ રૂમ અને કેટલીક બાંધકામ સામગ્રી સહિત અનેક આવશ્યક ચીજવસ્તુઓ પર GST ઘટશે.
- સિટી રિસર્ચ અનુસાર 28% ને 18% સાથે મર્જ કરવાથી એર-કંડિશનર, રેફ્રિજરેટર વગેરે અને સિમેન્ટ જેવા સફેદ માલને ફાયદો થશે. વીમા ક્ષેત્ર માટે GST દરમાં ઘટાડો થવાની પણ અપેક્ષા છે.
- 28% સ્લેબને 18% સાથે મર્જ કરવાથી ખાસ કરીને 1200 CCથી ઓછી એન્જિન ક્ષમતા ધરાવતા ફોર-વ્હીલર અને 500 CC સુધીના ટુ-વ્હીલર વાહનોને ફાયદો થશે - જે મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ અને હીરો મોટોકોર્પ લિમિટેડના વેચાણમાં સંભવિત વધારો કરશે.
- ધ ઇકોનોમિક ટાઇમ્સ પ્રમાણેફક્ત કહેવાતા સાઈન ગુડ્સ - લક્ઝરીયસ વસ્તુઓ, હાઇ-એન્ડ કાર અને તમાકુ ઉત્પાદનો વગેરે - માટે નવો 40% GST સ્લેબ હશે પરંતુ તેનાથી આવા ઉત્પાદનો પરના કરવેરાને કોઈ અસર થશે નહીં.ભારતમાંથી મુખ્ય નિકાસ કરતા હીરા અને રત્નો તેમના વર્તમાન દરો જાળવી રાખશે. પેટ્રોલિયમ GSTના દાયરાની બહાર રહેશે.
- ભારતે સૌપ્રથમ 1લી જુલાઈ 2017ના રોજ પાંચ ટેક્સ સ્લેબ સાથે ગુડ્સ અને સર્વિસ ટેક્સ રજૂ કર્યો હતો, જેનાથી ઘણા રાજ્ય અને કેન્દ્રીય કરને એક રાષ્ટ્રવ્યાપી સિસ્ટમમાં અસરકારક રીતે મર્જ કરવામાં આવ્યા હતા. 18% GST સ્લેબ સરકારી તિજોરી માટે સૌથી વધુ આવક ઉત્પન્ન કરનાર છે જે લગભગ 65% વસૂલાત માટે જવાબદાર છે.