Shravan Month 2026: આજથી શરૂ થયો પવિત્ર શ્રાવણ માસ, જાણો સોળ સોમવાર સહિત કયા વ્રતોની કરી શકાય શરૂઆત અને શું મળે છે તેનું ફળ?

ભગવાન શિવની કૃપા મેળવવા માટે આજથી શરૂ થયો શ્રાવણ મહિનો, જાણો સોળ સોમવાર સહિત કયા વ્રતો રાખવા શુભ માનવામાં આવે છે

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 13 Aug 2026 09:44 AM (IST)Updated: Thu, 13 Aug 2026 09:47 AM (IST)
shravan-2026-vrat-list-and-benefits-solah-somvar-mangala-gauri-pradosh-vrat

Shravan Vrat List: હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ભગવાન શિવની ઉપાસના માટે સૌથી પવિત્ર અને પુણ્યદાયી મહિનો માનવામાં આવે છે. ગુજરાતમાં આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે. આ સમગ્ર માસ દરમિયાન ભક્તો ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના, જલાભિષેક, રુદ્રાભિષેક, જપ અને ઉપવાસ કરીને મહાદેવની કૃપા મેળવવાનો પ્રયત્ન કરે છે. ધાર્મિક માન્યતા મુજબ શ્રદ્ધા અને નિયમપૂર્વક કરવામાં આવેલી શિવભક્તિ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે.

માત્ર શિવપૂજા જ નહીં, પરંતુ શ્રાવણ મહિનામાં કેટલાક વિશેષ વ્રતોની શરૂઆત કરવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ પવિત્ર માસમાં શરૂ કરાયેલા વ્રતો વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઊર્જા, આધ્યાત્મિક વિકાસ અને મનની શાંતિ લાવે છે. સાથે જ મનોકામનાઓ પૂર્ણ થવા, લગ્નયોગ મજબૂત બનવા, સંતાન સુખ અને કારકિર્દીમાં પ્રગતિના યોગ પણ સર્જાય છે.

શ્રાવણ 2026ના મહત્વપૂર્ણ સોમવાર

ગુજરાતમાં શરૂ થયેલા શ્રાવણ માસ દરમિયાન આવનારા સોમવારના દિવસો ભગવાન શિવની વિશેષ ઉપાસના માટે મહત્વના માનવામાં આવે છે.

શ્રાવણ સોમવાર તારીખ

પ્રથમ સોમવાર 17 ઓગસ્ટ 2026
બીજો સોમવાર 24 ઓગસ્ટ 2026
ત્રીજો સોમવાર 31 ઓગસ્ટ 2026
ચોથો સોમવાર 7 સપ્ટેમ્બર 2026

શ્રાવણમાં કયા વ્રતોની કરી શકાય શરૂઆત?

1. સોળ સોમવાર વ્રત

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોળ સોમવારનું વ્રત સૌથી લોકપ્રિય માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી આ વ્રત શરૂ કરવું શુભ ગણાય છે. માન્યતા છે કે આ વ્રતથી લગ્ન સંબંધિત અવરોધો દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.

2. મંગળા ગૌરી વ્રત

આ વ્રત માતા પાર્વતીને સમર્પિત છે. ખાસ કરીને પરિણીત મહિલાઓ માટે આ વ્રત શુભ માનવામાં આવે છે. મંગળા ગૌરી વ્રત કરવાથી દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે.

3. પ્રદોષ વ્રત

દરેક પક્ષની ત્રયોદશી તિથિએ રાખવામાં આવતું પ્રદોષ વ્રત ભગવાન શિવને અત્યંત પ્રિય માનવામાં આવે છે. આ વ્રત કરવાથી જીવનની મુશ્કેલીઓ અને નકારાત્મકતા દૂર થતી હોવાનું કહેવાય છે.

4. માસિક શિવરાત્રી વ્રત

શ્રાવણ મહિનામાં આવતી માસિક શિવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ઉપવાસ અને શિવપૂજા કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે.

શ્રાવણમાં વ્રત રાખવાથી શું મળે છે લાભ?

ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ માસમાં શ્રદ્ધા, સંયમ અને નિયમપૂર્વક વ્રત રાખવાથી ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે. તેમના આશીર્વાદથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થવા લાગે છે. લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે, દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે અને કારકિર્દી તથા આર્થિક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય છે.

આ ઉપરાંત આવા વ્રતો માનસિક તણાવ, ભય અને નકારાત્મક વિચારોમાંથી મુક્તિ અપાવવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે અને આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થાય છે. તેથી શ્રાવણ મહિનો વ્રત અને ભક્તિની શરૂઆત માટે સૌથી શુભ અને ફળદાયી સમય ગણાય છે.