Navratri 2026: શારદીય નવરાત્રી ક્યારે શરૂ થશે? જાણો 9 દિવસની તારીખ અને કયા દિવસે કયો રંગ પહેરવો

Navratri 2026 Dates: ગુજરાતમાં નવરાત્રી 2026 ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે? જાણો 9 દિવસની તારીખ, વાર અને કયા દિવસે કયો રંગ પહેરવો તેની સંપૂર્ણ માહિતી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 01 Oct 2026 10:19 AM (IST)Updated: Thu, 01 Oct 2026 10:19 AM (IST)
gujarat-navratri-2026-dates-9-days-colors-full-list-gujarati-calendar

Navratri 2026 Dates and 9 Days Colors List: ગુજરાતમાં નવરાત્રી એટલે ગરબા, દાંડિયા અને રંગબેરંગી પરંપરાગત પોશાકનો તહેવાર. નવરાત્રી નજીક આવતાં જ લોકો ગરબાની તૈયારીઓ સાથે દરેક દિવસના રંગને લઈને પણ પ્લાનિંગ શરૂ કરી દે છે. ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રીના 9 દિવસ દરમિયાન અલગ-અલગ રંગના કપડાં પહેરવાનો ટ્રેન્ડ જોવા મળે છે. તો 2026માં નવરાત્રી ક્યારે શરૂ થશે અને 9 દિવસ કયા રંગના રહેશે? જાણો સંપૂર્ણ માહિતી.

નવરાત્રી 2026 ક્યારે શરૂ થશે?

2026માં શારદીય નવરાત્રીની શરૂઆત 11 ઓક્ટોબર, રવિવારથી થશે. આ દિવસે ઘટસ્થાપના સાથે નવરાત્રીનો પ્રથમ દિવસ શરૂ થશે. નવરાત્રીનો નવમો દિવસ 19 ઓક્ટોબરે રહેશે, જ્યારે 20 ઓક્ટોબરે વિજયાદશમી એટલે કે દશેરા ઉજવાશે. પંચાંગ મુજબ 11 ઓક્ટોબરે ઘટસ્થાપનાનો સમય સવારે 6:35થી 10:29 સુધી છે.

નવરાત્રી 2026ના 9 દિવસના રંગ

દિવસ તારીખ વાર કયો રંગ પહેરવો?
પ્રથમ નોરતું 11 ઓક્ટોબર 2026 રવિવાર  નારંગી
બીજું નોરતું 12 ઓક્ટોબર 2026 સોમવાર  સફેદ
ત્રીજું નોરતું 13 ઓક્ટોબર 2026 મંગળવાર  લાલ
ચોથું નોરતું 14 ઓક્ટોબર 2026 બુધવાર  રોયલ બ્લુ
પાંચમું નોરતું 15 ઓક્ટોબર 2026 ગુરુવાર  પીળો
છઠ્ઠું નોરતું 16 ઓક્ટોબર 2026 શુક્રવાર  લીલો
સાતમું નોરતું 17 ઓક્ટોબર 2026 શનિવાર   ગ્રે
આઠમું નોરતું 18 ઓક્ટોબર 2026 રવિવાર  જાંબલી
નવમું નોરતું 19 ઓક્ટોબર 2026 સોમવાર  મોરપીંછ લીલો

2026 માટેના નવરાત્રી રંગોના કેલેન્ડર મુજબ પ્રથમ દિવસે નારંગી રંગથી શરૂઆત થશે અને નવમા દિવસે મોરપીંછ લીલો રંગ રહેશે. આ રંગોની પરંપરા ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકપ્રિય છે, જ્યાં મહિલાઓ નવરાત્રીના દરેક દિવસે તે દિવસના રંગના કપડાં અને એક્સેસરીઝ પહેરવાનું પસંદ કરે છે.

ગરબા માટે અત્યારથી કરી લો રંગ પ્રમાણે તૈયારી

નવરાત્રીમાં ગરબા રમવા જતાં લોકો માટે આ 9 દિવસના રંગોની લિસ્ટ ખાસ ઉપયોગી બની શકે છે. ચણિયા-ચોળી, કેડિયું, દુપટ્ટો, જ્વેલરી અથવા અન્ય એક્સેસરીઝમાં પણ દિવસ પ્રમાણે રંગનો ટચ આપી શકાય છે. ખાસ કરીને અમદાવાદ સહિત ગુજરાતના શહેરોમાં નવરાત્રી દરમિયાન અલગ-અલગ રંગના પરંપરાગત પોશાકનો ક્રેઝ જોવા મળે છે.