Navratri 2026 Dates: નવરાત્રી 2026ની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેલૈયાઓ માટે મહત્વના સમાચાર છે. આસો નવરાત્રીમાં માતા અંબાની આરાધના સાથે ગરબાની રમઝટ જોવા મળે છે. આ વર્ષે નવરાત્રીની શરૂઆત 11 ઓક્ટોબરથી થશે. જાણો 2026માં કયા દિવસે કયું નોરતું આવશે અને દશેરા ક્યારે ઉજવાશે.
નવરાત્રી 2026માં કયા દિવસે કયું નોરતું?
હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ ધાર્મિક મહત્વ છે. નવ દિવસ સુધી માતાજીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રી એટલે ભક્તિ સાથે ગરબા અને દાંડિયાની ધૂમ. નવરાત્રી શરૂ થવાના ઘણા દિવસો પહેલાંથી જ ખેલૈયાઓ પોતાના ગરબા, ચણિયા-ચોળી અને અન્ય તૈયારીઓ શરૂ કરી દે છે. વર્ષ 2026માં શારદીય નવરાત્રીનો પ્રારંભ 11 ઓક્ટોબર, રવિવારથી થશે. આ દિવસે પ્રથમ નોરતું ઉજવાશે. ત્યારબાદ દરરોજ એક નોરતું આગળ વધશે અને 19 ઓક્ટોબરે નવમું નોરતું આવશે.
નવરાત્રી 2026 તારીખ યાદી( Navratri 2026 Date List)
- 11 ઓક્ટોબર, રવિવાર: પહેલું નોરતું
- 12 ઓક્ટોબર, સોમવાર: બીજું નોરતું
- 13 ઓક્ટોબર, મંગળવાર: ત્રીજું નોરતું
- 14 ઓક્ટોબર, બુધવાર: ચોથું નોરતું
- 15 ઓક્ટોબર, ગુરુવાર: પાંચમું નોરતું
- 16 ઓક્ટોબર, શુક્રવાર: છઠ્ઠું નોરતું
- 17 ઓક્ટોબર, શનિવાર: સાતમું નોરતું
- 18 ઓક્ટોબર, રવિવાર: આઠમું નોરતું
- 19 ઓક્ટોબર, સોમવાર: નવમું નોરતું
- 20 ઓક્ટોબર, મંગળવાર: દશેરા એટલે કે વિજયાદશમી
2026માં નવરાત્રીનો છેલ્લો દિવસ ક્યારે?
19 ઓક્ટોબર, સોમવારે નવમું નોરતું રહેશે. આ સાથે નવરાત્રીના નવ દિવસની ઉજવણી પૂર્ણ થશે. ત્યારબાદ 20 ઓક્ટોબર, મંગળવારે વિજયાદશમી એટલે કે દશેરા ઉજવવામાં આવશે. નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા, આરતી અને ગરબાના કાર્યક્રમો માટે લોકો પહેલેથી જ આયોજન કરે છે, તેથી તારીખોની જાણકારી રાખવી ખાસ જરૂરી બને છે.
આ વર્ષે નવરાત્રીના દિવસો રવિવારથી શરૂ થઈને મંગળવારે દશેરા સાથે પૂર્ણ થશે. તેથી ખેલૈયાઓ માટે નવરાત્રી 2026નું આ તારીખવાર સમયપત્રક ગરબા આયોજન, પૂજા અને અન્ય તૈયારીઓમાં ઉપયોગી બની શકે છે.
