Dashama No Thal Gujarati: પવિત્ર દશામાના વ્રત અને પૂજા દરમિયાન માતાજીને ભાવપૂર્વક જમાડવા માટે દશામાંનો થાળ (Dashama No Thal) ગાવાનો અનેરો મહિમા રહેલો છે. તમારી આરાધનાને વધુ ભક્તિમય અને સરળ બનાવવા માટે અમે અહીં સ્પષ્ટ શબ્દોમાં Dashama No Thal Lyrics in Gujarati રજૂ કર્યા છે. થાળની સાથે-સાથે તમે અહીંથી માતાજીની દિવ્ય દશામાંની આરતી ના પાઠ પણ કરી શકો છો, જેથી તમારી પૂજા સંપૂર્ણ બને અને દશામાની અસીમ કૃપા પ્રાપ્ત થાય.
દશામાંનો થાળ (Dashama No Thal Lyrics Gujarati)
આ પણ વાંચો
મીનાવાડાની દશામા તમે જલદી જમવા આવો ને
સાત દિવસના સાત ભોજન જલદી જમવા આવો ને
મારા હાથથી જમાડું મા તમે જલદી જમવા આવો ને
હો પ્રેમે પીરસી થાળી મા મારે ઘેર આવો ને
ભાવે જમાડું ભોજન મા વહેલા પધારો ને
મીનાવાડાની... મીનાવાડાની... મીનાવાડાની દશામા તમે જલદી જમવા આવો ને
સાત દિવસ ના સાત ભોજન જલદી જમવા આવો ને
સોમવારે શ્રીખંડ પૂરી જલદી જમવા આવો ને
મંગળવારે મેવા મીઠાઈ જલદી જમવા આવો ને
બુધવાર બર્ફી પેંડા જલદી જમવા આવો ને
હો પ્રેમે પીરસી થાળી મા મારે ઘર આવો ને
ભાવે જમાડું ભોજન મા વેલેરા પધારો ને
મીનાવાડાની... મીનાવાડાની... હે મોરાગઢની દશામા તમે જલદી જમવા આવો ને
સાત દિવસ ના સાત ભોજન જલદી જમવા આવો ને
ગુરુવાર ગુલાબ જાંબુ જલદી જમવા આવો ને
શુક્રવાર સુતરફેણી જલદી જમવા આવો ને
શનિવારે શીરો બનાયો જલદી જમવા આવો ને
હો પ્રેમે પીરસી થાળી મા મારે ઘર આવો ને
ભાવે જમાડું ભોજન મા વેલેરા પધારો ને
મીનાવાડાની... મીનાવાડાની... હે મોરાગઢની દશામા તમે જલદી જમવા આવો ને
રવિવારે રસપૂરી જલદી જમવા આવો ને
સાત દિવસ ના સાત ભોજન જલદી જમવા આવો ને
નહી આવો તો અમે રિસાસું જલદી જમવા આવો ને
ભાવે ભક્તો વિનવે મા તમે જલદી જમવા આવો ને.
દશામાનો થાળ PDF ડાઉનલોડ (Dashama No Thal Lyrics PDF Download)
તમે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને દશામાનો થાળ PDF ફાઇલ (ગુજરાતીમાં) મફતમાં ડાઉનલોડ કરી શકો છો. આ PDF ને તમે તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં સાચવી શકો છો અને ગમે ત્યારે આરતી વાંચી શકો છો.
