Dashama No Thal (2026): 'મીનાવાડાની દશામા તમે જલદી જમવા આવો ને...', વાંચો દશામાનો થાળ અને તેનો મહિમા

Dashama No Thal: દશામાના 10 દિવસીય પવિત્ર વ્રતની શ્રદ્ધાપૂર્વક શરૂઆત થઈ છે. વ્રત દરમિયાન સવાર-સાંજ આરતી બાદ માં દશામાને ભાવપૂર્વક થાળ ધરાવી ભોજન અર્પણ કરવાની પ્રાચીન પરંપરા છે. આ પૂજા વિધિ ભક્તોની અખૂટ શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 13 Aug 2026 11:43 AM (IST)Updated: Thu, 13 Aug 2026 11:43 AM (IST)
dasha-mata-vrat-2026-minavada-ni-dashama-tame-jaldi-jamva-aavo-ne-lyrics-gujarati

Dasha Mata Vrat 2026, Dashama No Thal: ગુજરાતમાં શ્રાવણ માસના પ્રારંભ સાથે જ દશામાના 10 દિવસીય પવિત્ર વ્રતનો ઉત્સાહપૂર્વક આરંભ થઈ ચૂક્યો છે. આ દસ દિવસ દરમિયાન ભક્તો, ખાસ કરીને મહિલાઓ, માં દશામાની અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના કરે છે. વ્રત દરમિયાન દશામાને પ્રસન્ન કરવા માટે સવાર-સાંજ વિધિવત આરતી કર્યા બાદ તેમને વિશેષ થાળ અર્પણ કરીને ભોજન માટે આમંત્રિત કરવાની પ્રાચીન ધાર્મિક પરંપરા છે.

દશામાના વ્રતમાં થાળ અર્પણ કરવાનું શું મહત્વ છે?

દશામાની પૂજન વિધિમાં થાળ ધરાવવાનું વિશેષ મહત્વ રહેલું છે. સાંજના સમયે આરતી સંપન્ન થયા બાદ ભક્તો વિવિધ પ્રકારના શુદ્ધ પકવાનો, મીઠાઈઓ અને વાનગીઓ તૈયાર કરીને માતાજીને ભોજન માટે નિમંત્રણ પાઠવે છે. આ થાળ માત્ર ભોજન અર્પણ કરવાની વિધિ નથી, પરંતુ ભક્તોની માં દશામા પ્રત્યેની અપાર શ્રદ્ધા, સમર્પણ અને ભક્તિનું પ્રતિક છે. થાળના ભક્તિમય બોલ દ્વારા સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે.

'મીનાવાડાની દશામા તમે જલદી જમવા આવો ને...': પ્રખ્યાત થાળ

દશામાના વ્રત દરમિયાન 'મીનાવાડાની દશામા તમે જલદી જમવા આવો ને...' થાળ સૌથી વધુ લોકપ્રિય છે. આ થાળમાં ભક્તો ખેડા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ મીનાવાડા સ્થિત માં દશામાને અત્યંત ભાવપૂર્વક વહેલી તકે પધારીને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરે છે.

દશામાનો થાળ | Dashama No Thal

મીનાવાડાની દશામા તમે જલદી જમવા આવો ને
સાત દિવસના સાત ભોજન જલદી જમવા આવો ને
મારા હાથથી જમાડું મા તમે જલદી જમવા આવો ને
હો પ્રેમે પીરસી થાળી મા મારે ઘેર આવો ને
ભાવે જમાડું ભોજન મા વહેલા પધારો ને

મીનાવાડાની… મીનાવાડાની… મીનાવાડાની દશામા તમે જલદી જમવા આવો ને
સાત દિવસ ના સાત ભોજન જલદી જમવા આવો ને

સોમવારે શ્રીખંડ પૂરી જલદી જમવા આવો ને
મંગળવારે મેવા મીઠાઈ જલદી જમવા આવો ને
બુધવાર બર્ફી પેંડા જલદી જમવા આવો ને

હો પ્રેમે પીરસી થાળી મા મારે ઘર આવો ને
ભાવે જમાડું ભોજન મા વેલેરા પધારો ને

મીનાવાડાની… મીનાવાડાની… હે મોરાગઢની દશામા તમે જલદી જમવા આવો ને
સાત દિવસ ના સાત ભોજન જલદી જમવા આવો ને

ગુરુવાર ગુલાબ જાંબુ જલદી જમવા આવો ને
શુક્રવાર સુતરફેણી જલદી જમવા આવો ને
શનિવારે શીરો બનાયો જલદી જમવા આવો ને

હો પ્રેમે પીરસી થાળી મા મારે ઘર આવો ને
ભાવે જમાડું ભોજન મા વેલેરા પધારો ને

મીનાવાડાની… મીનાવાડાની… હે મોરાગઢની દશામા તમે જલદી જમવા આવો ને
રવિવારે રસપૂરી જલદી જમવા આવો ને

સાત દિવસ ના સાત ભોજન જલદી જમવા આવો ને
નહી આવો તો અમે રિસાસું જલદી જમવા આવો ને
ભાવે ભક્તો વિનવે મા તમે જલદી જમવા આવો ને.