ડાયાબિટીસને લીધે શરીર અને ખાસ કરી મગજને નબળું કરે છે, નવા સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનાર સંકેત

Diabetes: લોકોની સમજ શક્તિમાં સમય જતા પ્રતિકૂળ અસર થાય છે અને કેટલાક લોકો બિલકુલ સામાન્ય વસ્તુઓ ભૂલી જાય છે અને આ એક બીમારી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 13 Nov 2026 10:19 AM (IST)Updated: Fri, 13 Nov 2026 10:19 AM (IST)
health-news-diabetes-weakens-the-bodyespecially-the-brain-new-research-reveals-alarming-signs

Diabetes: લોકોની સમજ શક્તિમાં સમય જતા પ્રતિકૂળ અસર થાય છે અને કેટલાક લોકો બિલકુલ સામાન્ય વસ્તુઓ ભૂલી જાય છે અને આ એક બીમારી છે. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ડાયાબિટીસથી પીડિત હોય તો આ સંજોગોમાં ચિંતાનું કારણ બની જાય છે. તાજેતરના અભ્યાસમાં આ અંગે માહિતી મળી છે.

તાજેતરના નવા સંશોધન પ્રમાણે કોઈ બાબતને લઈ ભૂલી જવું અથવા સમજવાની અને વિચારવાની ક્ષમતા ઓછી થવી તેનો સીધો સંબંધ ડાયાબિટીસ સાથે સંકળાયેલ છે. ડાયાબિટીસ અને અલ્જામરની બીમારી સાથે સંકળાયેલ એક નવા અભ્યા અંગે છે.
ડાયાબિટીસથી અસરગ્રસ્ત લોકોમાં મેટાબોલિક વિકાસ નહીં ધરાવતા લોકોની તુલનામાં અલ્જાઈમર રોગોના જોખમ 53 ટકા વધારે હોઈ શકે છે. આ સંબંધમાં સંશોધનકર્તાએ સૂચન કર

ઓસ્ટ્રેલિયા ખાતે આવેલી કર્ટિન યુનિવર્સિટીના રિસર્ચની આગાવાનીમાં કરવામાં આવેલ આ અભ્યાસમાં 40 સંશોધનની વ્યવસ્થિત સમીક્ષા તથા મેટા-વિશ્લેષણ કરવામાં આવ્યા છે. સંશોધનકર્તાઓ આ દરમિયાન ટાઈપ-2 ડાયાબિટીસથી પીડિત 1000 લોકોના આ એક વર્ષ સુધી ફોલઅર કરવામાં આવશે, જે સરેરાશ 4.7 લોકોને અલ્જાઈમર બિનારી થવાથી સૌથી વધારે શક્યતા છે. અલ્જાઈમરની વાત કરીએ તો આ રોગમાં ઉંમર વધવા સાથે યાદશક્તિ અને વિચાર સમજવાની ક્ષમતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે.

ડાયાબિટીસની સમસ્યા મગજ ઉપરાંત શરીરના અનેક ભાગોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારે નુકસાન પહોંચાડે છે. અને તેને લીધે ભોજન સહિતની અનેક ટેવોમાં આમૂલ ફેરફાર કરવા જરૂરી બને છે.  સ્વાસ્થને ભારે પ્રતિકૂળ અસર કરે છે.

અલ્જાઈમર રિસર્ચ એન્ડ થેરાપી સામયિકમાં જાહેર થયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ટાઈપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકોમાં દરેક 1000 વ્યક્તિ વર્ષમાં અલ્જાઈમર બિમારીના આશરે પાંચ કેસ સામે આવ્યા છે અને તેમાં જખમનું પ્રમાણ 53 ટકા વધારે છે. તે ડાયાબિટીસની દેખરેખમાં સંજ્ઞાત્મક જોખમની સારવારનો સમાવેશ કરવા સાથે ઈમેન્યુઅલ એડેવુયી તેના લેખક છે.