PM Surya Ghar Scheme: દર મહિને આવતું ભારેખમ વીજળીનું બિલ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારનું બજેટ ખોરવી નાખે છે. ઉનાળો હોય કે શિયાળો, બિલમાં સતત થતો વધારો લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. પરંતુ હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ તમારી પોતાની ઘરની છત પર જ છુપાયેલો છે.
કેન્દ્ર સરકારની ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ તમે ખૂબ જ ઓછા ખર્ચે સોલર પેનલ લગાવીને દર મહિને શૂન્ય વીજ બિલનો લાભ મેળવી શકો છો.
પીએમ સૂર્ય ઘર યોજના શું છે?
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વીજળીના બિલમાંથી રાહત આપવા અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ઘરની છત પર સોલર પેનલ (Rooftop Solar System) લગાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મોટી સબસિડી આપવામાં આવે છે.
કેટલી મળશે સબસિડી? (સબસિડીનું ગણિત)
સોલર પેનલની ક્ષમતા (kW)ના આધારે સરકારી સબસિડી નક્કી કરવામાં આવે છે-
1 કિલોવોટ (1 kW) સિસ્ટમ: કેન્દ્ર સરકાર તરફથી ₹30,000 સુધીની સબસિડી.
2 કિલોવોટ (2 kW) સિસ્ટમ: કેન્દ્ર સરકાર તરફથી ₹60,000 સુધીની સબસિડી.
3 કિલોવોટ કે તેથી વધુ (3 kW+): કેન્દ્ર સરકાર તરફથી મહત્તમ ₹78,000 સુધીની સબસિડી.
નોંધ: જો કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય મદદને ભેગી કરવામાં આવે તો પાત્ર પરિવારોને ₹1 લાખ સુધીની કુલ રાહત/સબસિડી મળી શકે છે.
ગણતરી: માત્ર ₹80,000નો ખર્ચ અને ₹700નો હપ્તો!
કુલ ખર્ચ: માનો કે તમે 3 કિલોવોટ (3 kW)ની સોલર સિસ્ટમ લગાવો છો, જેનો અંદાજિત કુલ ખર્ચ ₹1,80,000 થાય છે.
સબસિડી બાદ ખર્ચ: જો તમને કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને ₹1,00,000 સુધીની સબસિડી મળે, તો તમારે પોતાના ખિસ્સામાંથી માત્ર ₹80,000 જ ચૂકવવા પડશે.
માસિક EMI
જો તમારી પાસે એકસાથે રકમ ન હોય અને તમે ₹50,000ની લોન લો છો.
9% વાર્ષિક વ્યાજદર અને 8 વર્ષની મુદત ગણીએ, તો તમારે દર મહિને માત્ર ₹700ની આસપાસ EMI ભરવો પડશે.
જે રકમ તમે દર મહિને વીજળી કંપનીને બિલ પેટે આપતા હતા, તેના કરતા પણ ઓછા હપ્તામાં તમારી પોતાની સોલર સિસ્ટમ તૈયાર થઈ જશે!
કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ?
માલિકીનું ઘર અને કનેક્શન: અરજદારના નામે ઘર અને સત્તાવાર વીજળી કનેક્શન હોવું જરૂરી છે.
ઓન-ગ્રીડ સિસ્ટમ: ઘરની છત પર સરકાર દ્વારા માન્ય ઓન-ગ્રીડ સોલર સિસ્ટમ જ લગાવવાની રહેશે.
સરકારી નમૂના મુજબની પેનલ: વપરાશમાં લેવાતી સોલર પેનલ નિર્ધારિત ગુણવત્તા અને ધોરણો મુજબની હોવી જોઈએ.
બેટરી સિસ્ટમ પર સબસિડી નહીં: સંપૂર્ણ ઓફ-ગ્રીડ (Off-Grid) કે બેટરી આધારિત સિસ્ટમ પર કેન્દ્રીય સબસિડી મળવાપાત્ર નથી.
કેવી રીતે અરજી કરવી?
આ યોજનાનો લાભ લેવા માટે સરકારી પોર્ટલ પીએમ સૂર્ય ઘર (pmsuryaghar.gov.in) પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન બાદ ડિસ્કોમ (DISCOM) દ્વારા મંજૂરી મળતાં માન્ય વેન્ડર પાસે સોલર સિસ્ટમ ફીટ કરાવી શકાય છે. ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા બાદ સબસિડીની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થઈ જાય છે.
