YouTube Shorts Disable: આજના ડિજિટલ યુગમાં શૉર્ટ વીડિયોને ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. એકવાર શૉર્ટ વીડિયો જોવાનું શરૂં કર્યાં બાદ લોકોને સતત સ્ક્રોલ કરીને વારાફરતી અનેક વીડિયો જોવાની આદત બની ગઈ છે, જેના કારણે સમયનો બરબાદ થવાની સમસ્યા પણ વકરી રહી છે.
જેને ધ્યાનમાં રાખીને યુ-ટ્યૂબ દ્વારા એક નવું ફિચર રજૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત યુઝર્સ હવે શૉર્ટ્સ વીડિયો ફીડને સંપૂર્ણ બંધ કરી શકે છે.
તાજેતરમાં જ યુટ્યૂબે એક એવું ફીચર્સ એડ કર્યું છે કે, જેનાથી શૉર્ટ્સ વીડિયો જોવાની આદતમાં છૂટકારો મેળવવું આસાન થઈ શકે છે. કંપનીએ મોબાઈલ એપમાં ટાઈમ મેનેજમેન્ટ સેટિંગ્સની અંદર શૉર્ટ્સ ફીડ લિમિટનો ઑપ્શન એડ કરી દીધો છે.
જેના થકી તમે નક્કી કરી શકો છો કે, તમારે દરરોજ કેટલા સમય સુધી શૉર્ટ્સ જોવા છે. સૌથી ખાસ વાત એ છે કે, લિમિટને ઝીરો મિનિટ સુધી પણ સેટ કરી શકાય છે, જેનાથી શૉર્ટ્સ ફીડ સંપૂર્ણ બંધ થઈ જશે. જો કે આ ફિચર સેટિંગ્સની અંદર છૂપાવેલું છે, જેને ઑન કરવા માટે તમારે નીચે પ્રમાણેના સ્ટેપ્સ ફૉલો કરવા પડશે
- સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલમાં યુટ્યૂબ એપ્લિકેશન ખોલવી પડશે
- જેમાં તમારી પ્રોફાઈલ પર ક્લિક કરીને સેટિંગ્સમાં જવું પડશે
- અહીં તમને ટાઈમ મેનેજમેન્ટનો ઑપ્શન મળશે
- જેની અંદર શૉર્ટ્સ ફીડ લિમિટ કરવાનો ઑપ્શન પણ મળશે
ગૂગલ સપોર્ટ પેજ દ્વારા આ નવા ફિચર્સની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ, અહીં તમે 15 મિનિટથી માંડીને બે કલાક સુધીનો સમય સિલેક્ટ કરી શકો છો અથવા ડાયરેક્ટ ઝીરો સેટ કરી શકો છો. ઝીરો સિલેક્ટ કરવાથી શૉર્ટ્સ ટેબમાં વીડિયો દેખાતા બંધ થઈ જશે અને એક મેસેજ દેખાશે કે, તમારી લિમિટ પૂરી થઈ ગઈ છે.
હાલ તો આ ફિચર્સ માત્ર મોબાઈલ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. ડેસ્કટોપ યુઝર્સને હજુ પણ બ્રાઈઝર એક્સ્ટેન્શનની મદદ લેવી પડી શકે છે. જો કે યુટ્યૂબ દ્વારા તેને લઈને કોઈ મોટી જાહેરાત નથી કરવામાં આવી, કારણ કે કંપની હજુ પણ શૉર્ટ્સને પોતાનો અગત્યનો હિસ્સો માને છે.
2020થી શરૂ થયેલ શૉર્ટ્સ વીડિયો ફોર્મેટમાં હવે 3 મિનિટ સુધીના વીડિયો અને AI ટૂલ્સ જેવા ફિચર્સ એડ કરવામાં આવ્યા છે. જો કે સ્ક્રીન ટાઈમને લઈને વધતી ચિંતાઓ વચ્ચે યુટ્યૂબને કેટલાક પગલા ભરવા પડ્યા છે. હવે જોવું રસપ્રદ રહેશે કે, આ યુટ્યૂબનું આ નવું પગલું એડલ્ટ યુઝર્સ અને બાળકોના સ્ક્રીન ટાઈમને ઓછું કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે.
