Whatsapp Security Update:સાયબર જોખમ ટાળવા WhatsApp તાત્કાલિક અપડેટ કરો: CERT-In અને Meta ની ચેતવણી

Whatsapp Security Update: ભારતની સાયબર સુરક્ષા એજન્સી Indian Computer Emergency Response Team (CERT-In) એ WhatsApp ના વિવિધ વર્ઝનમાં રહેલી ગંભીર સુરક્ષા ખામીઓને લઈને ચેતવણી જારી કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 29 Nov 2026 09:34 AM (IST)Updated: Sun, 29 Nov 2026 09:34 AM (IST)
whatsapp-security-update-whatsapp-certin-meta

Whatsapp Security Update:ભારતની સાયબર સુરક્ષા એજન્સી Indian Computer Emergency Response Team (CERT-In) એ WhatsApp ના વિવિધ વર્ઝનમાં રહેલી ગંભીર સુરક્ષા ખામીઓને લઈને ચેતવણી જારી કરી છે. ગુરુવારે (26 નવેમ્બર) પ્રસિદ્ધ થયેલા વલ્નરેબિલિટી નોટ (CIVN-2026-0576) માં આ ખામીઓને 'હાઈ-રિસ્ક' શ્રેણીમાં મૂકવામાં આવી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, આ ખામીઓનો લાભ લઈને હુમલાખોરો દૂરથી જ યુઝરના ડિવાઈસમાં જોખમી કોડ ચલાવી શકે છે. મોબાઈલ પર WhatsApp અને WhatsApp Business વાપરતા સામાન્ય યુઝર્સ, સંસ્થાઓ તેમજ Mac Desktop પર WhatsApp વાપરતા લોકોને તાત્કાલિક એપ અપડેટ કરવાની સલાહ અપાઈ છે.

ખામી કેવી રીતે કામ કરે છે?

CERT-In મુજબ આ સમસ્યા SQL ઈન્જેક્શન, સર્ટિફિકેટ ચેઈન વેલિડેશનમાં ક્ષતિ અને બાહ્ય એડ-રિપ્લાય URL ના અધૂરા વેલિડેશનને કારણે સર્જાઈ છે. હુમલાખોરો ખાસ પ્રકારનો સંદેશ અથવા લિંક મોકલીને ડિવાઈસને નિશાન બનાવી શકે છે. જો હુમલો સફળ થાય, તો હુમલાખોર મનસ્વી કોડ ચલાવી શકે છે, ખાનગી માહિતી ચોરી શકે છે, સુરક્ષા નિયંત્રણો તોડી શકે છે અથવા એપના ડેટામાં ફેરફાર કરી શકે છે.

કયા વર્ઝન પર છે જોખમ?

એડવાઈઝરી પ્રમાણે નીચેના જૂના વર્ઝન  

  • WhatsApp for Android: 2.26.35.74 અને 2.26.17.4 પહેલાંના વર્ઝન
  • WhatsApp Business for Android: 2.26.23.70 અને 2.26.17.4 પહેલાંના વર્ઝન
  • WhatsApp for iOS: 2.26.24.72 પહેલાંના વર્ઝન
  • WhatsApp Business for iOS: 2.26.23.72 પહેલાંના વર્ઝન
  • WhatsApp for Mac Desktop: 2.26.23.72 પહેલાંના વર્ઝન

Android ની ખામીની વિગત

Meta ની નવેમ્બર સુરક્ષા એડવાઈઝરીમાં CERT-In ની ચેતવણી સાથે જોડાયેલી ત્રણ ખામીઓની માહિતી આપવામાં આવી છે. તેમાં CVE-2026-102769 તરીકે નોંધાયેલી ખામી Android ના 2.26.35.74 પહેલાંના વર્ઝનમાં રહેલો SQL ઈન્જેક્શન બગ છે. બિનસત્તાવાર ક્લાઈન્ટ દ્વારા મોકલાયેલા ખાસ 'ઓર્ડર ડિટેલ્સ' મેસેજ પર યુઝર ટેપ કરે, તો હુમલાખોર ફોનમાં સચવાયેલી WhatsApp ફાઈલો કાઢી શકે છે. ઉપરાંત, મેસેજ આવે ત્યારે યુઝર ઓનલાઈન હોય, તો ડિલિવરી રિસીપ્ટ ટાઈમિંગ સાઈડ ચેનલ દ્વારા ચેટ ડેટાબેઝની એક-બિટ માહિતી પણ લીક થવાનું જોખમ રહે છે. સુરક્ષિત રહેવા માટે યુઝર્સે તરત નવીનતમ વર્ઝન અપડેટ કરવું હિતાવહ છે.