Redmi Note 17 Review: Redmi એ તાજેતરમાં Redmi Note 17 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે ખાસ કરીને તેની 8000mAhની મોટી બેટરી અને 6.9 ઇંચની AMOLED ડિસ્પ્લે માટે ચર્ચામાં છે. જો તમે લાંબા સમય સુધી ચાલતી બેટરી અને મોટી સ્ક્રીનવાળો ફોન શોધી રહ્યા છો, તો આ ડિવાઇસ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. જોકે, કેમેરા અને ગેમિંગ પરફોર્મન્સ જેવા કેટલાક વિભાગોમાં કંપની વધુ સારું કામ કરી શકતી હતી. ચાલો જાણીએ Redmi Note 17 5Gનો સંપૂર્ણ રિવ્યૂ.
ડિઝાઇન અને ડિસ્પ્લે કેવા છે?
Redmi Note 17 5Gનું ડિઝાઇન સરળ અને પ્રીમિયમ ફીલ આપતું છે. ફોનમાં 8000mAh જેવી મોટી બેટરી હોવા છતાં તેની જાડાઈ આશરે 8.3mm રાખવામાં આવી છે, જે સારી બાબત કહી શકાય. ફોનનું વજન લગભગ 230 ગ્રામ છે, તેથી લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન થોડું ભારે લાગી શકે છે.
ડિસ્પ્લેની વાત કરીએ તો તેમાં 6.9 ઇંચની Full HD+ AMOLED સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનના કલર્સ શાર્પ અને બ્રાઇટ દેખાય છે તેમજ બહારના પ્રકાશમાં પણ વિઝિબિલિટી સારી રહે છે. વીડિયો જોવાનો અનુભવ પણ સારો મળે છે. જોકે, YouTube HDR સપોર્ટનો અભાવ કેટલીક યુઝર્સને ખટકી શકે છે.
રોજિંદા ઉપયોગમાં કેવું પરફોર્મ કરે?
ફોનમાં Snapdragon 4 Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તે Android 16 પર કાર્ય કરે છે. WhatsApp, Instagram, YouTube, વેબ બ્રાઉઝિંગ અને સામાન્ય મલ્ટીટાસ્કિંગ જેવા દૈનિક કાર્યોમાં ફોન સરળતાથી કામ કરે છે.
પરંતુ ભારે ગેમિંગ અથવા વધુ મલ્ટીટાસ્કિંગ દરમિયાન તેની મર્યાદાઓ જોવા મળે છે. BGMI જેવી ગેમ Smooth અને Extreme સેટિંગ્સ પર ચાલી શકે છે, પરંતુ લાંબા સમય સુધી રમતી વખતે ફ્રેમ ડ્રોપ જોવા મળી શકે છે. લગભગ 6.5 લાખના AnTuTu સ્કોર સાથે ફોન સામાન્ય વપરાશકર્તાઓ માટે યોગ્ય છે, પરંતુ હાર્ડકોર ગેમર્સ માટે નહીં.
8000mAh બેટરી છે સૌથી મોટી ખાસિયત
Redmi Note 17 5Gની સૌથી મોટી તાકાત તેની 8000mAh બેટરી છે. સામાન્ય ઉપયોગમાં ફોન બે થી ત્રણ દિવસ સુધી આરામથી ચાલે છે. ભારે ઉપયોગ કરનારાઓને પણ લગભગ બે દિવસનો બેકઅપ મળી શકે છે. ફોનમાં 45W ફાસ્ટ ચાર્જિંગ અને 22.5W રિવર્સ વાયરડ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે. જોકે, આટલી મોટી બેટરી સાથે 67W અથવા તેનાથી વધુ ઝડપની ચાર્જિંગ આપવામાં આવી હોત તો વધુ સારું કઇ શકાય.
કેમેરા પરફોર્મન્સ કેટલું અસરકારક?
ફોનમાં 50MPનો પ્રાઇમરી કેમેરા અને 8MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. દિવસના પ્રકાશમાં ફોટોગ્રાફી સારી રહે છે અને તસવીરોમાં પૂરતી ડિટેલ જોવા મળે છે.
પરંતુ ઓછી લાઇટમાં ફોટો ક્વોલિટી થોડું નિરાશ કરી શકે છે. ફોનમાં OIS (Optical Image Stabilization) અને અલ્ટ્રા-વાઇડ કેમેરાનો અભાવ છે, જે આ કિંમતના સેગમેન્ટમાં કેટલાક સ્પર્ધકો આપે છે. વીડિયો રેકોર્ડિંગ માટે ફ્રન્ટ અને રિયર બંને કેમેરા 1080p સપોર્ટ કરે છે.
Redmi Note 17 5Gની કિંમત
ભારતમાં Redmi Note 17 5Gના 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત આશરે ₹28,000 રાખવામાં આવી છે. જ્યારે 8GB RAM + 128GB મોડલ માટે લગભગ ₹31,000 ખર્ચવા પડશે. બેંક ઓફર અને ડિસ્કાઉન્ટ સાથે કિંમત થોડી ઓછી થઈ શકે છે.
ખરીદવો જોઈએ કે નહીં?
જો તમારી પ્રાથમિકતા લાંબી બેટરી લાઇફ, મોટી AMOLED ડિસ્પ્લે અને રોજિંદા ઉપયોગ માટે વિશ્વસનીય સ્માર્ટફોન હોય, તો Redmi Note 17 5G સારો વિકલ્પ બની શકે છે. પરંતુ જો તમે કેમેરા, ગેમિંગ પરફોર્મન્સ અથવા ઝડપી ચાર્જિંગને વધુ મહત્વ આપતા હોવ, તો આ સેગમેન્ટમાં અન્ય વિકલ્પો પણ જોવાની જરૂર છે. કુલ મળીને, બેટરી અને ડિસ્પ્લે માટે આ ફોન મજબૂત દેખાય છે, પરંતુ કેમેરા અને પરફોર્મન્સ વિભાગમાં હજુ સુધારાની જગ્યા છે.
