Realme 17 Pro launch: સ્માર્ટફોન માર્કેટમાં Realme ટૂંક સમયમાં પોતાની નવી ડિવાઇસ Realme 17 Pro રજૂ કરવાની તૈયારી કરી રહી છે. લોન્ચ પહેલાં જ આ ફોનની ડિઝાઇન અને સંભવિત ફીચર્સની વિગતો સામે આવી છે. ખાસ વાત એ છે કે તેમાં 10,000mAhની મોટી બેટરી અને 144Hz રિફ્રેશ રેટવાળી AMOLED ડિસ્પ્લે મળી શકે છે. આવો જાણીએ આ અપકમિંગ 5G સ્માર્ટફોનમાં કઈ ખાસિયતો જોવા મળી શકે છે.
Realme 17 Proની ડિઝાઇન કેવી હશે?
આ પણ વાંચો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર Realme 17 Proની ડિઝાઇન જોવા મળી છે. તસવીરો પ્રમાણે ફોનની પાછળની બાજુ સ્ક્વેર શેપનો કેમેરા મોડ્યુલ આપવામાં આવી શકે છે. તેમાં ત્રણ કેમેરા અને LED ફ્લેશ જોવા મળવાની શક્યતા છે. ફોનમાં ફ્લેટ ફ્રેમ અને ફ્રન્ટમાં સેલ્ફી કેમેરા માટે પંચ-હોલ કટઆઉટ મળી શકે છે. તેની આસપાસ પાતળા બેઝલ્સ પણ જોવા મળી શકે છે. જોકે, આ રેન્ડર્સની કંપની દ્વારા હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Realme 17 Proના સંભવિત ફીચર્સ
ડિસ્પ્લેની વાત કરીએ તો Realme 17 Proમાં 144Hz રિફ્રેશ રેટ સાથે AMOLED પેનલ મળી શકે છે. આના કારણે સ્ક્રોલિંગ અને ગેમિંગનો અનુભવ વધુ સ્મૂથ બની શકે છે. પરફોર્મન્સ માટે તેમાં MediaTek Dimensity 7300 પ્રોસેસર આપવામાં આવે તેવી શક્યતા છે. ફોનની સૌથી મોટી ખાસિયત તેની 10,000mAhની બેટરી હોઈ શકે છે. સાથે જ તેને ચાર્જ કરવા માટે 65W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળી શકે છે.
ફોટોગ્રાફી માટે આ ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળવાની ચર્ચા છે. જોકે, તેના કેમેરા સેટઅપ અને અન્ય ફીચર્સ વિશે હજુ સંપૂર્ણ વિગતો સામે આવી નથી.

Realme 17 Pro ક્યારે થશે લોન્ચ?
હાલમાં Realmeએ Realme 17 Proની લોન્ચ તારીખ જાહેર કરી નથી. કંપની તરફથી ફોનના ફીચર્સ અને કિંમત અંગે પણ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. અત્યારે સામે આવેલી વિગતો લીક્સ પર આધારિત છે. તેથી ફોન લોન્ચ થાય ત્યારે તેની વાસ્તવિક ખાસિયતોમાં ફેરફાર જોવા મળી શકે છે.
