Oppo K14 Plus 5G: 8000mAh બેટરી સાથે આવી રહ્યો છે Oppoનો નવો 5G ફોન, 144Hz AMOLED ડિસ્પ્લે સહિત મળશે આ ફીચર્સ

Oppo K14 Plus 5G ભારતમાં 29 સપ્ટેમ્બરે લોન્ચ થશે. ફોનમાં 8000mAh બેટરી, 144Hz AMOLED ડિસ્પ્લે, Dimensity 7360 Max ચિપસેટ અને 50MP કેમેરા જેવા ફીચર્સ મળશે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 23 Sep 2026 04:19 PM (IST)Updated: Wed, 23 Sep 2026 04:19 PM (IST)
oppo-k14-plus-5g-launch-date-8000mah-battery-144hz-amoled-display-features

Oppo K14 Plus 5G Launch Date: Oppo ભારતીય માર્કેટમાં પોતાની K-Seriesનો નવો 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. Oppo K14 Plus 5G નામનો આ ફોન 29 સપ્ટેમ્બરે ભારતમાં એન્ટ્રી કરશે. લોન્ચ પહેલાં કંપનીએ ફોનના કેટલાક મુખ્ય ફીચર્સ જાહેર કર્યા છે, જેમાં મોટી 8000mAh બેટરી અને 144Hz AMOLED ડિસ્પ્લે ખાસ ધ્યાન ખેંચે છે.

29 સપ્ટેમ્બરે લોન્ચ થશે Oppo K14 Plus 5G

Oppo K14 Plus 5G ભારતમાં 29 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. કંપનીએ પ્રેસ રિલીઝ દ્વારા ફોનની લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે. લોન્ચ બાદ આ ફોનની ખરીદી Flipkart દ્વારા કરી શકાશે. ડિસ્પ્લેની વાત કરીએ તો Oppo K14 Plus 5Gમાં 1.5K રિઝોલ્યુશનવાળી AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે. તેમાં 144Hz સુધીનો રિફ્રેશ રેટ અને 3600 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ મળશે. ફોનમાં 5,000mm² VC કૂલિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે, જે લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન થર્મલ મેનેજમેન્ટમાં મદદ કરશે.

MediaTek Dimensity 7360 Max પ્રોસેસર

પરફોર્મન્સ માટે ફોનમાં MediaTek Dimensity 7360 Max ચિપસેટ આપવામાં આવશે. કંપનીના જણાવ્યા પ્રમાણે Oppo K14 Plus 5Gએ AnTuTu બેન્ચમાર્ક પર 10 લાખથી વધુનો સ્કોર મેળવ્યો છે. ફોનમાં ColorOS સાથે નવા AI ફીચર્સ પણ જોવા મળશે.

50MP કેમેરા અને 4K વીડિયો રેકોર્ડિંગ

ફોટોગ્રાફી માટે ફોનમાં 50MP પ્રાઇમરી રિયર કેમેરા મળશે. આ કેમેરામાં OIS સપોર્ટ સાથે 4K વીડિયો રેકોર્ડિંગની સુવિધા આપવામાં આવશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MP Sony IMX480 ફ્રન્ટ કેમેરા મળશે.

8000mAh બેટરી બનશે મોટી ખાસિયત

Oppo K14 Plus 5Gની સૌથી મોટી ખાસિયતોમાં તેની 8000mAh બેટરી સામેલ છે. કંપની ફોનને 6-Year Smoothness Protection સાથે રજૂ કરશે. આ ઉપરાંત ફોનમાં Damage Proof 360 Armor Body આપવામાં આવશે, જે ડિવાઇસને વધુ મજબૂત બનાવવાનો દાવો કરે છે. ફોનમાં IP69K રેટિંગ પણ મળશે, જે ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે છે. સાથે જ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને Ultra Volume મોડ જેવા ફીચર્સ પણ આપવામાં આવશે.