Oppo K14 Plus first sale: ભારતીય સ્માર્ટફોન બજારમાં Oppoએ પોતાના નવા Oppo K14 Plus 5G સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખાસ કરીને લાંબી બેટરી લાઇફ અને સ્મૂથ ડિસ્પ્લે ઈચ્છતા યુઝર્સ માટે આ ફોન આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. કંપનીએ 8 ઓક્ટોબરથી તેની પ્રથમ સેલ(Oppo K14 Plus 5G First Sale)શરૂ કરી છે. 8,000mAhની પાવરફુલ બેટરી, 144Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને MediaTekના નવા ચિપસેટ સાથે આવતો આ ફોન Flipkart અને Oppo India e-Store પર ખરીદી માટે ઉપલબ્ધ છે.
Oppo K14 Plus 5Gની પ્રથમ સેલ શરૂ
Oppo K14 Plus 5Gની પ્રથમ સેલ 8 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. Flipkart Big Billion Days Sale પહેલાં જ કંપનીએ આ સ્માર્ટફોનને ગ્રાહકો માટે ઉપલબ્ધ બનાવી દીધો છે. બેંક ઓફર્સનો લાભ લઈને ગ્રાહકો આ ફોનને ઓછી અસરકારક કિંમતમાં ખરીદી શકે છે. કંપનીએ આ ફોનને Solar Orange અને Star White જેવા બે આકર્ષક કલર વિકલ્પોમાં લોન્ચ કર્યો છે.
Oppo K14 Plus 5Gની કિંમત અને ઓફર્સ
Oppo K14 Plus 5Gના 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે 8GB RAM + 128GB સ્ટોરેજ મોડલ 32,999 રૂપિયામાં અને 8GB RAM + 256GB સ્ટોરેજ મોડલ 35,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.
લૉન્ચ ઓફરના ભાગરૂપે ગ્રાહકોને 4,000 રૂપિયા સુધીનો ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે. આ ડિસ્કાઉન્ટ બાદ 6GB વેરિઅન્ટની અસરકારક કિંમત 25,999 રૂપિયા, 8GB + 128GB મોડલની 28,999 રૂપિયા અને 8GB + 256GB મોડલની 31,999 રૂપિયા થઈ જાય છે. ઉપરાંત 6 મહિનાની No-Cost EMI સુવિધા પણ આપવામાં આવી રહી છે.

ડિસ્પ્લે અને પ્રોસેસરમાં શું ખાસ?
Oppo K14 Plus 5Gમાં 6.77 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન 1.5K રિઝોલ્યુશન સાથે આવે છે અને તેમાં 144Hz સુધીનો રિફ્રેશ રેટ સપોર્ટ મળે છે, જે ગેમિંગ અને સ્ક્રોલિંગનો અનુભવ વધુ સ્મૂથ બનાવે છે.
પરફોર્મન્સ માટે તેમાં MediaTek Dimensity 7360 Max પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 8GB સુધી LPDDR4X RAM અને 256GB સુધી UFS 3.1 સ્ટોરેજનો વિકલ્પ મળે છે, જેના કારણે મલ્ટિટાસ્કિંગ અને એપ્સની સ્પીડ વધુ સારી રહે છે.
કેમેરા સેટઅપ પણ છે શાનદાર
ફોટોગ્રાફી માટે Oppo K14 Plus 5Gમાં 50MPનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે, જે Optical Image Stabilization (OIS) સપોર્ટ સાથે આવે છે. તેની સાથે 2MPનો મોનોક્રોમ કેમેરા પણ આપવામાં આવ્યો છે, જે પોર્ટ્રેટ ફોટોગ્રાફીમાં મદદ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા યુઝર્સને સારી ફોટો ક્વોલિટી આપી શકે છે.
8,000mAh બેટરી બનાવે છે સૌથી ખાસ
આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની 8,000mAhની વિશાળ બેટરી છે. લાંબા સમય સુધી ફોન ઉપયોગ કરતા યુઝર્સ માટે આ બેટરી મોટો ફાયદો સાબિત થઈ શકે છે. સાથે જ 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોન 10W રિવર્સ વાયર્ડ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે, એટલે જરૂર પડે ત્યારે અન્ય ડિવાઇસ પણ ચાર્જ કરી શકાય છે.
Android 16 આધારિત ColorOS
Oppo K14 Plus 5G Android 16 આધારિત ColorOS 16 પર કામ કરે છે. તેમાં નવા સોફ્ટવેર ફીચર્સ, વધુ સ્મૂથ યુઝર એક્સપિરિયન્સ અને સુધારેલી સિક્યોરિટી સુવિધાઓ આપવામાં આવી છે.
