Jio vs Airtel: એરટેલ અને જિયોના રૂ. 3599 વાળા એન્યુઅલ પ્લાનમાંથી તમારા માટે ક્યો બેસ્ટ? રિચાર્જ કરાવતા પહેલા જાણો

Jio અને Airtel બંને ₹3599માં પ્રી-પેડ વાર્ષિક પ્લાન ઓફર કરે છે, જેમાં વિવિધ ડેટા અને વધારાના લાભો મળે છે. Jio 2.5GB દૈનિક ડેટા અને અમર્યાદિત 5G ડેટા સાથે Gemini AI Pro જેવા વધુ લાભો આપે છે, જ્યારે Airtel 2GB દૈનિક ડેટા અને 5G ડેટા પર મર્યાદા સાથે આવે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 26 Sep 2026 05:18 PM (IST)Updated: Sat, 26 Sep 2026 05:18 PM (IST)
jio-vs-airtel-rs-3599-annual-plan-which-yearly-recharge-is-best-for-you-check-full-comparison

Jio vs Airtel Annual Plan: ભારતની બે મુખ્ય ટેલિકૉમ ઑપરેટર કંપની ભારતી એરટેલ (Airtel) અને રિલાયન્સ જિયો (Jio) બન્ને રૂ. 3599માં પ્રી-પેડ એન્યુઅલ પ્લાન ઑફર કરે છે. બન્ને કંપનીઓ તરફથી પ્રી-પેડ પ્લાન્સમાં પ્રીમિયમ અને મોંઘા ઑપ્શન છે. જો તમે પણ વાર્ષિક વેલિડિટી ધરાવતો પ્લાન લેવાનું વિચારી રહ્યા હોવ, તો તમે એરટેલ કે જિયોમાંથી કોઈ એક પસંદ કરી શકો છો.

હકીકતમાં નેટવર્ક કવરેજ અને હાઈ સ્પીડ 5G એક્સેસ બાબતમાં બન્ને કંપનીઓ ગ્રાહકોની પ્રથમ પસંદ બની રહી છે. VI પણ પોતાના 5G નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યું છે, પરંતુ Jio અને Airtelના લેવલ પર પહોંચવા માટે VIને હજુ ઘણી વાર લાગશે. તો ચાલો જાણીએ Jio અને Airtelના રૂ. 3599 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ક્યા-ક્યા બેનિફિટ મળશે અને પછી તમે જ નક્કી કરજો કે, તમારા માટે ક્યો પ્લાન સૌથી સારો રહેશે...

Jioનો રૂ. 3599નો પ્રીપેડ પ્લાન

રિલાયન્સ Jioના રૂ. 3599ના પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ વૉઈસ કોલિંગ, 2.5 GB ડેઈલી ડેટા અને દરરોજના 100 ફ્રી SMS મળે છે. આ પ્લાનમાં 365 દિવસ એટલે કે એક વર્ષની વેલિડિટી મળે છે. આ સાથે જ JioHotstar Mobile + Hollywood સબ્સસ્ક્રિપ્શન, JioTV Pro પેક, 120GBનો ડેટા બૂસ્ટર (10GB x 12 મહિના) અને 50GB ફ્રી AI ક્લાઉડ સ્ટોરેજ મળે છે.

આ ઉપરાંત તેમાં રૂ. 35,100ની વેલ્યુ ધરાવતા Google Gemini AI Proનું 18 મહિના માટે ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ સામેલ છે. આ સાથે જ AJio, Cinepolis અને EaseMyTripનું ડિસ્કાઉન્ટ વાઉચર્સ અને 12 મહિના માટે Canva Pro Lite ફ્રી મળે છે. Jio સાથે મળતો અનલિમિટેડ 5G ડેટા અનલિમિટેડ રહેશે.

Airtelનો રૂ. 3599નો પ્રીપેડ પ્લાન

એરટેલનો રૂ. 3599નો પ્રીપેડ પ્લાન પણ અનલિમિટેડ વૉઈસ કોલિંગ, ડેઈલી 2GB ડેટા અને દરરોજ 100 ફ્રી SMS સાથે આવે છે. જે યુઝર્સને 365 દિવસ સુધીની સર્વિસ વેલિડિટી અને અનલિમિટેડ 5G ડેટા ઑફર કરે છે.

કંપનીના એડ ઑન બેનિફિટ અંતર્ગત તેમાં 12 મહિના માટે Adobe Express Premiumનું એક્સેસ મળે છે. અન્ય બેનિફિટ્સમાં ફ્રી હેલો ટ્યૂન્સ અને Airtel Xstream Playનું ફ્રી કન્ટેન્ટ સામેલ છે. ખાસ વાત એ છે કે, એરટેલના આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા પર દર 30 દિવસમાં 300GBની લિમિટ લગાવવામાં આવી છે.

Airtel Vs Jio: તમારા માટે ક્યો પ્લાન સારો?

આટલી વિગતો ઉપરથી જોઈએ તો, Jio તમારા માટે સૌથી સારો પ્લાન સાબિત થશે. Jio માત્ર દરરોજ વધારે 4G ડેટા આપે છે, તેટલં જ નહીં પરંતુ વધારાના 4G ડેટા બૂસ્ટર ઉપરાંત કોઈ ડેટા કેપ વિના અનલિમિટેડ 5G ડેટા અને Gemini AI Pro અને Canva Pro Lite જેના અઢળક ફ્રી એડ ઑન બેનિફિટ્સ પણ ઑફર કરે છે.