Jioનો 200 દિવસનો ધાંસુ પ્લાન: રોજ 2GB ડેટા, અનલિમિટેડ કૉલિંગ સાથે JioHotstar, Google Gemini Pro અને Canva Pro Lite ફ્રી!

Jio 200 Days Plan: રિલાયન્સ જિયોના ₹2025 ના પ્રીપેડ પ્લાનમાં 200 દિવસની વેલિડિટી, રોજ 2.5GB ડેટા, અનલિમિટેડ કોલિંગ, ફ્રી JioHotstar, Google Gemini Pro અને Canva Pro Lite સબસ્ક્રિપ્શન મળે છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 24 Sep 2026 10:20 AM (IST)Updated: Thu, 24 Sep 2026 10:20 AM (IST)
jio-200-days-plan-get-2gb-daily-data-unlimited-calls-and-free-jiohotstar

Jio 200 Days Plan: રિલાયન્સ જિયો (Reliance Jio) હંમેશા પોતાના ગ્રાહકો માટે આકર્ષક અને લાંબી વેલિડિટી ધરાવતા પ્રીપેડ પ્લાન લઈને આવતું હોય છે. જો તમે પણ વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ, તો કંપનીનો નવો ₹2025 નો લોંગ-ટર્મ પ્લાન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ પ્લાનમાં ડેટા, અનલિમિટેડ કોલિંગ અને મેસેજિંગની સાથે-સાથે લોકપ્રિય OTT અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યા છે.

Jio ના ₹2025 ના પ્લાનમાં શું છે ખાસ?

જિયોના આ પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 200 દિવસની લાંબી વેલિડિટી આપવામાં આવે છે. યુઝર્સને દરરોજ 2.5GB હાઈ-સ્પીડ ડેટા મળે છે, એટલે કે સમગ્ર વેલિડિટી દરમિયાન યુઝર્સ કુલ 500GB ડેટાનો લાભ ઉઠાવી શકશે. દૈનિક ડેટા લિમિટ પૂરી થયા પછી ઇન્ટરનેટની સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે, છતાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ચાલુ રહે છે.

આ ઉપરાંત, આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજ 100 SMS ની સુવિધા પણ આપવામાં આવી છે. જે યુઝર્સના વિસ્તારમાં જિયોની 5G સેવા ઉપલબ્ધ છે, તેમને કંપની તરફથી અનલિમિટેડ 5G ડેટાનો લાભ પણ વિનામૂલ્યે આપવામાં આવી રહ્યો છે.

મનોરંજન માટે કયા OTT સબસ્ક્રિપ્શન મળશે?

મનોરંજન પ્રેમીઓ માટે પણ આ પ્લાન ઘણો ફાયદાકારક છે. આ રિચાર્જ સાથે JioHotstar નું Mobile + Hollywood સબસ્ક્રિપ્શન સામેલ કરવામાં આવ્યું છે. આથી, ગ્રાહકોને ફિલ્મો અને પ્રીમિયમ કન્ટેન્ટ જોવા માટે અલગથી કોઈ OTT સબસ્ક્રિપ્શન ખરીદવાની કે વધારાનો ખર્ચ કરવાની જરૂર રહેતી નથી.

Google Gemini Pro અને Canva ની કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે?

જિયોએ આ પ્લાનમાં ટેક-સેવી અને AI યુઝર્સ માટે પણ ખાસ ઓફર્સ રજૂ કરી છે. આ પ્લાન સાથે Google Gemini નું Pro વર્ઝન 18 મહિના માટે બિલકુલ મફત આપવામાં આવે છે, જેની બજાર કિંમત અંદાજે ₹35100 જેટલી થાય છે. આ સાથે યુઝર્સને 5000GB ક્લાઉડ સ્ટોરેજ અને Nano Banana જેવા એડવાન્સ્ડ AI ફીચર્સનો લાભ પણ મળે છે.

વધુમાં, જિયો પોતાના ગ્રાહકોને JioAICloud પર 50GB ફ્રી સ્ટોરેજ પ્રદાન કરી રહ્યું છે. ડિઝાઇન અને ક્રિએટિવિટીમાં રસ ધરાવતા યુઝર્સ માટે કંપની 12 મહિના માટે Canva Pro Lite નું સબસ્ક્રિપ્શન પણ આપી રહી છે, જેની કિંમત સામાન્ય રીતે ₹1590 હોય છે.