Jio Best Recharge Plan: જો તમે પણ Jio સિમ કાર્ડ વાપરતા હોવ, તો તમારા માટે એક સારા સમાચાર છે. હકીકતમાં ભારતમાં કરોડો લોકો Jioની ટેલિકોમ સર્વિસનો લાભ લઈ રહ્યા છે. પોતાના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમજ હરિફાઈમાં ટકી રહેવા માટે Jio સમયાંતરે આકર્ષક રિચાર્જ પ્લાન્સ લાવતું રહે છે. જેમાં ઈન્ટરનેટ ડેટા, કૉલિંગ, SMSની સાથે-સાથે OTT બેનિફિટ્સ જેવી અઢળક સુવિધાઓ મળે છે.
ઘણાં Jio યુઝર્સ વારંવાર બેલેન્સ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે લાંબી વેલિડિટી ધરાવતા પ્લાન્સ લેવાનું પસંદ કરતા હોય છે. આવા ગ્રાહકો માટે કંપની પોતાના પોર્ટફૉલિયોમાં લાંબી વેલિડિટી ધરાવતા પ્લાન્સની સંખ્યા પણ વધારી રહી છે.
હાલ Jioના પોર્ટફોલિયોમાં 28 દિવસ ઉપરાંત 56, 70, 72, 84, 90, 98, 336 અને 365 દિવસ સુધી વેલિડિટી ધરાવતા વ્યાજબી દરના રિચાર્જ પ્લાન્સ મળી જશે. જો તમને 365 દિવસ સુધીનો રિચાર્જ પ્લાન મોંઘો પડી રહ્યો હોય, તો Jio પાસે 200 દિવસનો પણ એક પ્લાન ઉપલબ્ધ છે.
Jioના ઑફિશિયલ પોર્ટલ પર આપવામાં આવેલી જાણકારી મુજબ, 200 દિવસની વેલિડિટી ધરાવતા પ્લાન્સ માટે તમારે 2025 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. આ પ્લાનમાં તમને 200 દિવસ સુધી અનલિમિટેડ વૉઈસ કૉલિંગ, 500 GB ડેટા અને અઢળક SMSની સુવિધા મળશે.
આ પ્લાન અંતર્ગત યુઝર્સને દરરોજ 2.5 GB ઈન્ટરનેટ ડેટા વાપરવા મળશે. એટલે કે 200 દિવસ માટે 500 GB ડેટા એક્સેસ મળશે. આ સાથે જ દરરોજ 100 SMS પણ મળશે. જેમાં રોમિંગ પણ સામેલ છે.
આ સિવાય 2025 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને Jio TV અને Jio AI Cloudનું પણ એક્સેસ મળશે. તેમજ યુઝર્સને Jio Hotstaerનું સબસ્ક્રીપ્શન પણ મળશે, પરંતુ તેની વેલિડિટી માત્ર 3 મહિના સુધી જ રહેશે.
