Ind Vs Aus: ઈરફાન પઠાણ ટીમ ઈન્ડિયાના ઑપનર અભિષેક શર્માની આક્રમક બેટિંગ પર ભડક્યો, કહ્યું- 'હું યુવરાજસિંહનું ધ્યાન દોરીશ'

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 સિરીઝમાં અભિષેક શર્માએ 163 રન બનાવ્યા હતા. જ્યારે છેલ્લી મેચમાં 13 બોલમાં 23 રન ફટકાર્યા, પરંતુ અભિષેકને બે જીવતદાન પણ મળ્યા હતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 09 Nov 2025 04:46 PM (IST)Updated: Sun, 09 Nov 2025 04:46 PM (IST)
ind-vs-aus-t20-series-irfan-pathan-angry-on-abhishek-sharma-batting-style
HIGHLIGHTS
  • દરેક બૉલરના પહેલા બોલ પર ક્રીઝની બહાર આવીને શૉટ ના રમી શકાય

Ind Vs Aus: ટીમ ઈન્ડિયાના ઑપનર અભિષેક શર્મા (Abhishek Sharma) હાલ પોતાના ફોર્મના કારણે ચર્ચામાં છે. એશિયા કપ બાદ ઑસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝમાં પણ પણ અભિષેક શર્માનું શાનદાર ફોરમ જોવા મળ્યું છે. અભિષેક શર્મા ક્રિઝ પર આવતાની સાથે જ આક્રામક અંદાજમાં બિન્દાસ્ત બેટિંગ કરી રહ્યો છે.

તાજેતરમાં રમાયેલા T20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમે અભિષેક શર્માને રોકવા માટે ખાસ રણનીતિ બનાવી હતી. જેમાં તેઓ મહદઅંશે સફળ પણ થયા હતા. જો કે ટીમ ઈન્ડિયાનો પૂર્વ ઑલરાઉન્ડર ઈરફાન પઠાણે (Irfan Pathan) અભિષેક શર્માને ચેતવણી પણ આપી છે.

ઈરફાન પઠાણે જણાવ્યું કે, અભિષેક શર્મા નિડર થઈને બિન્દાસ્ત બેટિંગ કરે છે, તે સારી વાત છે. જો કે હાલ મોટાભાગની દ્વિપક્ષીય સિરીઝ છે, વર્લ્ડકપ નથી. વૈશ્વિક ટૂર્નામેન્ટમાં દરેક ટીમો સારી તૈયારી સાથે આવે છે.

જો અભિષેક દરેક બોલ પર આગળ આવીને શૉટ મારવાની કોશિશ કરશે, તો અન્ય ટીમો તેના પર રણનીતિ બનાવી લેશે. આથી અભિષેક શર્માએ સમજી વિચારીને રમવું જોઈએ.

વધુમાં ઈરફાન પઠાણે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટ અને અભિષેક શર્માના કોચ જરૂર આ બાબત પર ધ્યાન આપી રહ્યા હશે. હું આ બાબતે યુવરાજસિંહ સાથે વાત કરીશ. અભિષેક શર્માને ખુદ પણ ખ્યાલ હશે જ , દરેક બૉલરના પહેલા બોલ પર ક્રીઝની બહાર આવીને રમી ના શકાય.

હકીકતમાં બ્રિસ્બેનમાં રમાયેલા પાંચમી T20 મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ, પરંતુ તેમાં અભિષેક શર્માએ 13 બૉલમાં 23 રન બનાવ્યા હતા. જો કે આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ બે સરળ કેચ પડતા મૂકતા તેને બે જીવતદાન મળ્યા હતા.

પૂર્વ ઑલરાઉન્ડરે જણાવ્યું કે, અભિષેક શર્માએ આક્રમક બેટિંગ ચાલુ રાખવી જોઈએ, પરંતુ તેમાં સ્ટ્રેટેજી પણ હોવી જોઈએ. બેટિંગમાં પ્લાનિંગ આવશ્યક છે. ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં અભિષેક શર્માએ 163 રન બનાવ્યા હતા, જેથી તેને પ્લેયર ઑફ ધી સિરીઝ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો હતો.