Huawei Mate 90 Air launch: સ્માર્ટફોન માર્કેટમાં Huawei પોતાનો નવો પ્રીમિયમ સ્માર્ટફોન Huawei Mate 90 Air લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફોન 24 નવેમ્બરે યોજાનારા લોન્ચ ઇવેન્ટમાં રજૂ થઈ શકે છે. ફોનની ખાસિયત તેની 7 ઇંચની મોટી ડિસ્પ્લે, 6800mAhની દમદાર બેટરી અને સ્લિમ ડિઝાઇન હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત તેમાં 16GB સુધી RAM અને નવા Kirin ચિપસેટનો સપોર્ટ પણ મળી શકે છે.
Huawei Mate 90 Air ક્યારે થશે લોન્ચ?
Huawei Mate 90 Airને 24 નવેમ્બર 2026ના રોજ ચીનમાં યોજાનારા ખાસ લોન્ચ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઇવેન્ટમાં કંપની Huawei Mate X8 ફોલ્ડેબલ સ્માર્ટફોન અને Watch Air પણ લોન્ચ કરી શકે છે. કંપનીએ Mate 90 Airને અત્યાર સુધીનો સૌથી પાતળો Mate સિરીઝનો સ્માર્ટફોન ગણાવ્યો છે. હાલમાં ફોનની ડિઝાઇન અને કલર ઓપ્શન સત્તાવાર રીતે સામે આવ્યા છે.
Huawei Mate 90 Airમાં મળશે 7 ઇંચની મોટી ડિસ્પ્લે
લીક થયેલી વિગતો અનુસાર, Huawei Mate 90 Airમાં 7 ઇંચની 1.5K Quad-Curved OLED ડિસ્પ્લે મળી શકે છે. તેમાં 120Hz સુધીનો એડેપ્ટિવ રિફ્રેશ રેટ મળવાની પણ શક્યતા છે. ફોનની ડિઝાઇનને સ્લિમ અને લાઇટવેઇટ રાખવામાં આવી છે. તેની બોડીની જાડાઈ 6.6mmની આસપાસ હોવાની ચર્ચા છે. જોકે, ડિસ્પ્લે અને જાડાઈના આ આંકડા કંપનીએ હજુ સત્તાવાર રીતે જાહેર કર્યા નથી
16GB RAM સાથે મળશે Kirin પ્રોસેસર
પરફોર્મન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં Huaweiની Kirin 9030 સિરીઝનો ચિપસેટ મળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, 12GB RAM વેરિઅન્ટમાં Kirin 9030 અને 16GB RAM વેરિઅન્ટમાં Kirin 9035 પ્રોસેસર આપવામાં આવી શકે છે.
સ્ટોરેજની વાત કરીએ તો Huaweiના ઓફિશિયલ ઓનલાઇન સ્ટોર પર હાલમાં 12GB RAM સાથે 256GB અને 512GB સ્ટોરેજના બે વેરિઅન્ટ જોવા મળ્યા છે. 16GB RAM વેરિઅન્ટની માહિતી હજુ લીક પર આધારિત છે. ફોનમાં HarmonyOS 7 ઓપરેટિંગ સિસ્ટમ મળવાની પણ શક્યતા છે.
6800mAhની મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ
Huawei Mate 90 Airની સૌથી મોટી ખાસિયત તેની બેટરી બની શકે છે. લીક અનુસાર, ફોનમાં આશરે 6800mAhની બેટરી આપવામાં આવી શકે છે. આ સાથે 66W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ પણ મળી શકે છે.
ખાસ વાત એ છે કે આટલી મોટી બેટરી હોવા છતાં કંપની ફોનને સ્લિમ ડિઝાઇનમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જોકે, બેટરીની ક્ષમતા અને ચાર્જિંગ સ્પીડ અંગે કંપનીની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.
ફોનમાં મળશે પ્રીમિયમ કેમેરા ડિઝાઇન
ફોટોગ્રાફી માટે Huawei Mate 90 Airમાં પાછળની તરફ મોટો સર્ક્યુલર કેમેરા મોડ્યુલ જોવા મળી શકે છે. તેમાં ત્રણ રિયર કેમેરાની સાથે Red Maple કલર સેન્સર આપવામાં આવે તેવી શક્યતા છે. ફોનની પાછળની પેનલ પર ડ્યુઅલ-ટોન ડિઝાઇન જોવા મળશે. આગળ અને પાછળની તરફ કર્વ્ડ ગ્લાસ તથા રાઉન્ડેડ ફ્રેમ આપવામાં આવી શકે છે. જોકે, કેમેરાના મેગાપિક્સલ અને અન્ય વિગતો હજુ સામે આવી નથી.

Huawei Mate 90 Airના કલર અને કિંમતની વિગતો
Huawei Mate 90 Airને Rose Gold, Moon Silver અને Obsidian Black એમ ત્રણ કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવશે. કંપનીના ઓનલાઇન સ્ટોર પર હાલમાં 12GB RAM અને 256GB સ્ટોરેજ તેમજ 12GB RAM અને 512GB સ્ટોરેજના વિકલ્પ જોવા મળે છે.
હાલમાં કંપનીએ ફોનની કિંમત જાહેર કરી નથી. આ સ્માર્ટફોનનું લોન્ચિંગ ચીનમાં થવાનું છે. ભારતમાં તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે અને તેની કિંમત કેટલી હશે તે અંગે પણ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
