Huawei Mate X8 Launch: ટેક માર્કેટમાં ફોલ્ડેબલ સ્માર્ટફોનનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ત્યારે દિગ્ગજ કંપની Huawei પોતાનો નવો ફ્લેગશિપ ફોલ્ડેબલ સ્માર્ટફોન Huawei Mate X8 લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીએ આ બુક-સ્ટાઇલ ફોલ્ડેબલ ફોનની લોન્ચ ડેટ જાહેર કરી દીધી છે. હવે Huaweiના ઓફિશિયલ સ્ટોર પર તેના પ્રોડક્ટ રેન્ડર્સ, કલર ઓપ્શન્સ અને મેમરી કોન્ફિગરેશનની વિગતો પણ સામે આવી છે.
આ પહેલાં કંપનીએ Mate X એનિવર્સરી વીડિયોમાં આ ફોનની ઝલક બતાવી હતી. કંપનીના એક્ઝિક્યુટિવ રિચાર્ડ યુ (Richard Yu) પણ આ ફોનના લાઇટ પર્પલ વેરિઅન્ટ સાથે જોવા મળ્યા હતા. હવે ઓફિશિયલ તસવીરો સામે આવતા ફોનની ડિઝાઇન પણ સ્પષ્ટ થઈ ગઈ છે.
Huawei Mate X8ના 5 આકર્ષક કલર ઓપ્શન્સ
ઓફિશિયલ સ્ટોર લિસ્ટિંગ મુજબ, Huawei Mate X8 કુલ પાંચ પ્રીમિયમ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે, જેમાં બે અલગ-અલગ ફિનિશ જોવા મળશે. પર્પલ ગોલ્ડ બ્રોકેડ (Purple Gold Brocade), ગ્રીન ક્વિંગયુન બ્રોકેડ (Qingyun Brocade) અને રેડ ડેનક્સિયા બ્રોકેડ (Danxia Brocade) વેરિઅન્ટ્સમાં ખાસ બ્રોકેડ-ટેક્સચર્ડ બેક પેનલ આપવામાં આવી છે. બીજી તરફ, અઝ્યુર સ્કાય બ્લેક (Azure Sky Black) અને સ્નોઈ વ્હાઇટ (Snowy White) કલર ઓપ્શન્સમાં સિમ્પલ અને ક્લાસી પ્લેન ફિનિશ જોવા મળશે.

RAM અને સ્ટોરેજ વેરિઅન્ટ્સ
Huawei Mate X8ને સ્ટાન્ડર્ડ મોડલ અને Collector's Edition એમ બે કેટેગરીમાં કુલ ચાર મેમરી વેરિઅન્ટ્સ સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ મોડલમાં 12GB RAM સાથે 256GB સ્ટોરેજ અને 12GB RAM સાથે 512GB સ્ટોરેજના વિકલ્પો મળશે. જ્યારે પ્રીમિયમ Collector's Editionમાં 16GB RAM સાથે 512GB સ્ટોરેજ અને 16GB RAM સાથે 1TB સ્ટોરેજ વેરિઅન્ટ ઉપલબ્ધ થશે. હાલમાં ઓફિશિયલ સ્ટોર પેજ પર આ ફોનની કિંમત જાહેર કરવામાં આવી નથી. તેનું વેચાણ ક્યારથી શરૂ થશે તે અંગે પણ કંપનીએ કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
ડિઝાઇન અને ડિસ્પ્લેની સંભવિત ખાસિયતો
ઓફિશિયલ રેન્ડર્સ જોતા જણાય છે કે ફોનની બેક પેનલ પર મોટી સર્ક્યુલર કેમેરા રિંગ આપવામાં આવી છે. તેમાં ચાર લેન્સ કટઆઉટ્સ, સેન્ટરમાં ફ્લેશ અને XMAGE બ્રાન્ડિંગ જોવા મળે છે. આ ઉપરાંત, કવર ડિસ્પ્લે પર સેલ્ફી માટે પંચ-હોલ કટઆઉટ પણ આપવામાં આવ્યો છે.
લીક્સ અને રિપોર્ટ્સ મુજબ, આ ફોનમાં 6.5-ઇંચની કવર સ્ક્રીન અને અલ્ટ્રા-થિન ગ્લાસ સાથે 8.15-ઇંચની ઇનર ડિસ્પ્લે મળી શકે છે. આ અગાઉના Mate X7 (6.49-ઇંચ કવર અને 8-ઇંચ ઇનર પેનલ) કરતાં થોડી મોટી હશે. જોકે, ટિપસ્ટર Digital Chat Station મુજબ, ઇનર સ્ક્રીનમાં 8-ઇંચની વાઇડ કલર ગેમટ BOE પેનલ પણ આપવામાં આવી શકે છે.
કેમેરા, પ્રોસેસર અને બેટરીની અફવાઓ
ફોનના હાર્ડવેર અંગે હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે, ટેક રિપોર્ટ્સ અનુસાર, તેમાં વેરિયેબલ અપર્ચર સાથે 50-મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર અને 50-મેગાપિક્સલનો RYYB પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ મળી શકે છે. એવી પણ ચર્ચા છે કે Collector's Editionમાં Huaweiના Ruiying Z10 એક્સટર્નલ કેમેરાનો સપોર્ટ મળી શકે છે.
પરફોર્મન્સ માટે આ ફોનમાં Mate 90 સિરીઝમાં ઉપયોગમાં લેવાયેલા પાવરફુલ Kirin 9050 Pro ચિપસેટ આપવામાં આવી શકે છે. જ્યારે પાવર બેકઅપ માટે તેમાં 6,000mAh કરતાં મોટી બેટરી મળવાની શક્યતા છે.

Huawei Mate X8 ક્યારે થશે લોન્ચ?
Huaweiએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે Huawei Mate X8 ચીનમાં 24 નવેમ્બર 2026ના રોજ લોન્ચ થશે. લોન્ચ ઇવેન્ટ દરમિયાન જ કંપની આ ફોનની કિંમત, સેલ ડેટ અને તમામ હાર્ડવેર ફીચર્સ પરથી પડદો ઉઠાવશે.
