Aadhaar Update: હવે ઘરે બેઠા બદલો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર, નહીં ખાવા પડે ધક્કા; જાણો આખી પ્રોસેસ

હવે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવા માટે આધાર સેન્ટર જવાની જરૂર નથી. UIDAIની નવી Aadhaar App દ્વારા ઘરે બેઠા મોબાઈલ નંબર અપડેટ કરી શકાય છે. જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અને જરૂરી શરતો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 03 Nov 2026 08:48 AM (IST)Updated: Tue, 03 Nov 2026 08:48 AM (IST)
how-to-update-mobile-number-on-aadhaar-card-complete-process

Aadhaar Card Mobile Number Update: આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજોમાંનું એક છે. બેંકિંગ, સરકારી યોજનાઓ, સરકારી સેવાઓ અને અન્ય અનેક કામોમાં આધાર સાથે લિંક મોબાઈલ નંબરની જરૂર પડે છે. ખાસ કરીને OTP દ્વારા વેરિફિકેશન કરવાનું હોય ત્યારે આધાર કાર્ડમાં જૂનો કે બંધ થઈ ગયેલો નંબર મુશ્કેલી ઊભી કરી શકે છે. જોકે, હવે UIDAIની નવી Aadhaar App દ્વારા ઘણી પરિસ્થિતિમાં ઘરે બેઠા જ મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધા મળે છે. આ માટે કઈ પ્રક્રિયા અનુસરવી પડશે અને ક્યારે આધાર સેન્ટર જવું પડશે, તે જાણીએ.

Aadhaar App દ્વારા મોબાઈલ નંબર અપડેટ કરવાની રીત

UIDAI દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી નવી Aadhaar App Android અને iPhone બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ એપની મદદથી મોબાઈલ નંબર અને સરનામા જેવી વિગતો અપડેટ કરી શકાય છે. મોબાઈલ નંબર બદલવા માટે નીચેની પ્રક્રિયા અનુસરો.

સ્ટેપ 1: સૌથી પહેલાં Aadhaar App ડાઉનલોડ કરો

સ્ટેપ 2: તમારા સ્માર્ટફોનમાં Google Play Store અથવા Apple App Store ખોલો અને UIDAIની ઓફિશિયલ Aadhaar App ડાઉનલોડ કરો. એપ ઇન્સ્ટોલ કર્યા પછી તમારી પસંદગીની ભાષા પસંદ કરો.

સ્ટેપ 3: એપ ઓપન કરીને તમારો 12 આંકડાનો આધાર નંબર દાખલ કરો. ત્યારબાદ Terms and Conditions સ્વીકારો.

સ્ટેપ 4: એપમાં રજિસ્ટ્રેશન માટે જરૂરી SIM પસંદ કરો અને Face Authentication એટલે કે ચહેરાની ઓળખ દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરો.

સ્ટેપ 5: વેરિફિકેશન પૂર્ણ થયા પછી 6 આંકડાનો PIN સેટ કરો. ભવિષ્યમાં એપમાં લોગિન કરવા માટે આ PIN ઉપયોગી થશે.

સ્ટેપ 6: હવે તમારા PIN દ્વારા એપમાં લોગિન કરો અને હોમ પેજ પર ઉપલબ્ધ Services વિભાગમાં જાઓ.

સ્ટેપ 7: અહીં Mobile Number Update સંબંધિત વિકલ્પ પસંદ કરો અને સ્ક્રીન પર આપવામાં આવતી સૂચનાઓ અનુસરો.

સ્ટેપ 8: હવે જે નવો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવા માંગો છો તે દાખલ કરો. ત્યારબાદ નવા નંબર પર આવતો OTP દાખલ કરીને વેરિફિકેશન પૂર્ણ કરો.

સ્ટેપ 9: ત્યારબાદ Face Authentication કરવાની રહેશે. આ માટે ફોનનો કેમેરો ઓપન કરીને ચહેરાની ઓળખની પ્રક્રિયા પૂર્ણ કરો.

સ્ટેપ 10: વેરિફિકેશન અને નિર્ધારિત ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમારી અપડેટ રિક્વેસ્ટ સબમિટ થશે. રિક્વેસ્ટ સફળતાપૂર્વક સબમિટ થઈ છે કે નહીં તેની માહિતી એપમાં જોઈ શકશો.

મોબાઈલ નંબર અપડેટ કરવા માટે આ બાબતોનું ધ્યાન રાખો

આધાર એપ દ્વારા મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધા દરેક વ્યક્તિ માટે એકસરખી નથી. જો તમે આધાર એપમાં પહેલેથી જ આધાર સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગિન કર્યું હોય, તો નવા નંબરનું OTP વેરિફિકેશન અને Face Authentication કરવાનું રહેશે.

જો તમે આધાર એપમાં એવા બીજા નંબરથી રજિસ્ટ્રેશન કર્યું હોય જે આધાર સાથે લિંક નથી, તો જૂના અને નવા બંને મોબાઈલ નંબરનું OTP વેરિફિકેશન કરવું પડશે.

પરંતુ જો તમારો જૂનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે અથવા તમારી પાસે તેનો એક્સેસ નથી, તો તમારે નજીકના Aadhaar Seva Kendra અથવા અધિકૃત આધાર અપડેટ સેન્ટર પર જવું પડશે. આ ઉપરાંત, જો તમે પહેલીવાર આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર કરાવવા માંગતા હોવ તો પણ આધાર સેન્ટરની મુલાકાત લેવી જરૂરી છે.