Aadhaar Mobile Number Update Via App: આજના સમયમાં આધાર કાર્ડ માત્ર એક ઓળખપત્ર નથી, પણ દરેક નાણાકીય અને સરકારી કામકાજ માટેની ચાવી છે. પરંતુ, જો તમારા આધાર સાથે સાચો મોબાઈલ નંબર લિંક ન હોય, તો OTP મેળવવામાં અને વેરિફિકેશનમાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. હવે તમારે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી. તમે mAadhaar એપની મદદથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પળવારમાં તમારો નંબર બદલી શકો છો.
મોબાઈલ નંબર અપડેટ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
જો તમે તમારો નવો મોબાઈલ નંબર લિંક કરવા માંગો છો, તો આ સરળ સ્ટેપ્સ અનુસરો:
સ્ટેપ 1: સૌ પ્રથમ, ગૂગલ પ્લે સ્ટોર પરથી સત્તાવાર mAadhaar એપ્લિકેશન ડાઉનલોડ કરો. જો તમે નવા યુઝર છો, તો આધાર નંબર અને OTP અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા લોગ-ઈન કરો. સુરક્ષા માટે 6-અંકનો M-PIN સેટ કરી લો.
સ્ટેપ 2: એપ ઓપન કર્યા પછી હોમ પેજ પર "Services" (સેવાઓ) ટેબમાં જાઓ અને ત્યાં "My Aadhaar" વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 3: સ્ક્રીન પર આપેલી સૂચનાઓ વાંચી 'Continue' પર ક્લિક કરો. હવે તમને બે ખાના દેખાશે. એકમાં તમારો જૂનો નંબર (જો હોય તો) અને બીજામાં તમારે જે નવો મોબાઈલ નંબર લિંક કરવો છે તે દાખલ કરો.
સ્ટેપ 4: તમે દાખલ કરેલા નવા મોબાઈલ નંબર પર એક OTP આવશે. આ OTP એપ્લિકેશનમાં ભરો અને સબમિટ કરો.
સ્ટેપ 5: આ સૌથી મહત્વનું સ્ટેપ છે. તમારે કોઈ ફિઝિકલ ડોક્યુમેન્ટ આપવાના નથી, તેના બદલે તમારા ફોનનો કેમેરો ઓપન થશે. તમારે તમારો ચહેરો સ્કેન કરવાનો રહેશે. વેરિફિકેશન સફળ થતા જ તમારી વિનંતી સ્વીકારી લેવામાં આવશે.
ધ્યાન આપો: આ પ્રક્રિયા માટે કોઈ પણ પ્રકારના વધારાના કાગળિયા કે ઓફિસની મુલાકાત લેવાની જરૂર રહેતી નથી, જે તેને અત્યંત ઝડપી અને સુરક્ષિત બનાવે છે.
