Aadhaar Card Correction Correction Online & Offline 2026: આજના સમયમાં આધાર કાર્ડ એ માત્ર ઓળખપત્ર નથી, પણ જીવનના દરેક નાના-મોટા કામ માટે અનિવાર્ય દસ્તાવેજ છે. હવે તમારે સામાન્ય ફેરફારો માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. mAadhaar એપ દ્વારા તમે ઘરે બેઠા નામ, સરનામું અને મોબાઈલ નંબર જેવી વિગતો અપડેટ કરી શકો છો. જો તમારી પાસે એપ નથી, તો સૌ પ્રથમ તેને Google Play Store અથવા Apple App Store પરથી ડાઉનલોડ કરો અને તમારા આધાર નંબર સાથે રજીસ્ટ્રેશન કરો.
આધાર કાર્ડમાં નામ કેવી રીતે બદલવું?
જો તમારા સ્પેલિંગમાં ભૂલ હોય કે લગ્ન પછી નામ બદલવું હોય, તો આ સ્ટેપ્સ અનુસરો:
- સ્ટેપ 1: mAadhaar એપમાં તમારા આધાર નંબર અને મોબાઈલ પર આવેલા OTP દ્વારા લોગ-ઈન કરો.
- સ્ટેપ 2: મેનુમાંથી 'Update Aadhaar Online' વિકલ્પ પસંદ કરો.
- સ્ટેપ 3: આપેલી યાદીમાંથી 'Name' ના વિકલ્પ પર ક્લિક કરો.
- સ્ટેપ 4: તમારું સાચું નામ દાખલ કરો અને તેને સાબિત કરતા જરૂરી દસ્તાવેજો (જેમ કે ગેઝેટ કોપી કે પાન કાર્ડ) સ્કેન કરીને અપલોડ કરો.
- સ્ટેપ 5: નિયત કરવામાં આવેલી ફી (ઓનલાઈન પેમેન્ટ) ભરો અને ફોર્મ સબમિટ કરો.
મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરવો?
મોબાઈલ નંબર બદલવા માટેની પ્રક્રિયા નીચે મુજબ છે:
- સ્ટેપ 1: એપમાં 'Update Aadhaar Online' સેક્શનમાં જાઓ.
- સ્ટેપ 2: તમારી ઓળખની ખાતરી કરવા માટે Face Scan અથવા OTP વેરિફિકેશન પૂર્ણ કરો.
- સ્ટેપ 3: હવે તમારો નવો મોબાઈલ નંબર દાખલ કરો જે તમે લિંક કરવા માંગો છો.
- સ્ટેપ 4: માંગવામાં આવેલી વધારાની વિગતો ભરો, જરૂરી ફી ચૂકવો અને વિનંતી સબમિટ કરો.
ઘરનું સરનામું (Address) કેવી રીતે બદલવું?
નવા ઘરે શિફ્ટ થયા હોવ તો સરનામું બદલવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો:
- સ્ટેપ 1: એપમાં'Update Address Online'ના વિકલ્પ પર ક્લિક કરો.
- સ્ટેપ 2: તમારું નવું અને સાચું સરનામું વિગતવાર ભરો.
- સ્ટેપ 3: સરનામાના પુરાવા તરીકે રેશન કાર્ડ, લાઈટ બિલ કે અન્ય માન્ય દસ્તાવેજ અપલોડ કરો.
- સ્ટેપ 4: ઓનલાઈન ફી ચૂકવીને પ્રક્રિયા પૂર્ણ કરો.
મહત્વની નોંધ
સ્ટેટસ ચેક કરો: તમે ફોર્મ સબમિટ કર્યા પછી તમને એક SRN (Service Request Number) મળશે. આ નંબર દ્વારા તમે એપમાં જ તમારા સુધારાની સ્થિતિ (Status) તપાસી શકો છો.
ખાસ ધ્યાન રાખશો: ઓનલાઈન સુધારા માટે તમારો જૂનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે જેથી તમે OTP મેળવી શકો. જો મોબાઈલ નંબર લિંક ન હોય, તો તમારે એકવાર નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે.
