AC Servicing Signs: કેવી રીતે ખબર પડે ACને ખરેખર સર્વિસની જરૂર છે? આ મહત્ત્વના સંકેતોનું ખાસ ધ્યાન રાખજો

જો લાંબા સમય સુધી ACમાં સર્વિસ ના કરાવવામાં આવે, તો તેની અંદર ધૂળ જામી જાય છે. જેના પરિણામે AC ચાલુ કરતાં જ દુર્ગંધ આવે, કુલિંગ ઓછું થઈ જાય અને લાઈટ બિલ પણ વધારે આવે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 05 May 2026 05:33 PM (IST)Updated: Tue, 05 May 2026 05:33 PM (IST)
dont-ignore-these-ac-servicing-warning-signs-this-summer
HIGHLIGHTS
  • શિયાળાની વિદાય સાથે જ ACની સર્વિસ કરાવવી સારી

AC Servicing Signs: અત્યારે ગરમી પોતાના આકરા તેવર બતાવી રહી છે, આ સાથે જ કૂલર, પંખા અને એર કંડીશનરનો ઉપયોગ પણ ઝડપથી વધવા લા્યો છે. અંગદઝાડતા આકરા તાપ અને અસહ્ય ઉકળાટથી રાહત મેળવવા માટે હવે ઘણાં લોકો સૌથી વધારે કૂલર અને ACનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે સતત ACનો ઉપયોગ કરવામાં આવે, તો ધીમે-ધીમે તેના પર્ફોમન્સ પર અસર થવા લાગે છે.

આપણને ઘણીવાર ખબર પણ નથી પડતી કે, ACને સર્વિસની જરૂર છે. આવા સમયે કેટલાક એવા સંકેતોને ઓખળવા જરૂરી છે. જેથી તમે શ્રેષ્ઠ કુલિંગનો આનંદ તો માણી જ શકો છો. આ સાથે જ વધી રહેલા વીજ બિલથી પણ બચી શકો છો.

જો સમયસર ACની સર્વિસ ના કરાવવામાં આવે, તો તેની કુલિંગ ક્ષમતા ઘણી ઘટી શકે છે. આ સાથે જ લાઈટ બિલ પણ વધારે આવવા માંડે છે. આવી સ્થિતિમાં કેટલાક એવા સંકેતો જાણવા જરૂરી છે, જેની મદદથી તમે સમજી શકો છો કે, તમારા ACની સર્વિસ કરાવવી જરૂર છે કે કેમ?

કેવી રીતે ખબર પડે ACને સર્વિસ કરાવવાની જરૂર છે? AC Servicing Signs:

કુલિંગ દ્વારા સમજોઃ જો તમારું AC પહેલા જેવી ઠંડક ના આપતું હોય અથવા રૂમને ઠંડો કરવામાં પહેલા કરતાં વધારે સમય લઈ રહ્યું હોય, તો તેને સર્વિસ કરાવવાની જરૂર છે.

હવાના ફ્લોથી સમજોઃ જો તમારા ACમાંથી નીકળતી હવાનો ફ્લો પહેલાની સરખામણીમાં ઓછો થઈ ગયો હોય, તો તે ફિલ્ટર કે બ્લોઅરમાં ધૂળ સહિત ગંદકી જમા થઈ ગઈ હોવાનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં પણ સમયસર સર્વિસ કરાવી લેવી જોઈએ.

વિચિત્ર દુર્ગંધ આવતી હોયઃ જો તમે AC ચાલું કરો, તે સાથે જ તેમાંથી વિચિત્ર પ્રકારની દુર્ગંધ આવી રહી હોય, તો તેને અવગણવી ના જોઈએ. જે ACની અંદર ફંગસ, બેક્ટેરિયા કે જામેલી ગંદકીનો સંકેત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક સર્વિસ કરાવી લેવી જોઈએ.

પાણીનું લીકેજઃ જો ACના ઈન્ડોર યુનિટમાંથી પાણી ટપકતું હોય, તો તે ડ્રેનેજ પાઈપ બ્લોક થવા કે તેની અંદર ગંદકી જમા થવાનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક સર્વિસ કરાવવી જરૂરી છે. જેથી લીકેજની સમસ્યા દૂર થઈ શકે અને ACને વધારે નુકસાન થવાથી બચાવી શકાય.

વિચિત્ર અવાજ આવવોઃ AC ચાલું કરતી વખતે ખડખડ-ખડખડ કે કંઈક વિચિત્ર અવાજ આવતો હોય, તો તેની અંદરના કોઈક પાર્ટ્સ ઢીલા થવા કે કોઈ ટેક્નીકલ ખામીનો સંકેત હોઈ શકે છે. એવામાં તાત્કાલિક સર્વિસ કરાવવી જરૂરી છે.

અચાનક લાઈટ બિલ વધારે આવવા માંડેઃ જો તમને ACનો ઉપયોગ પહેલા જેટલો જ કરતા હોવ, પરંતુ લાઈટ બિલ અચાનક વધારે આવવા માંડે, તો તે ACની એફિશિયન્સી ઓછી થવાનો સંકેત હોઈ શકે છે. ગંદા ફિલ્ટર, કૉઈલ કે આંતરિક સમસ્યા AC પર વધારે લોડ કરે છે, જેના પરિણામે વીજળીનો વપરાશ વધી જાય છે.

સમયાંતરે સર્વિસ ના ભૂલશોઃ જો AC વ્યવસ્થિત ચાલતું હોય, તો પણ 6-12 મહિનામાં એકવાર સર્વિસ અચૂક કરાવી લેવી જોઈએ. જેનાથી કુલિંગ સારું રહે છે. ACની લાઈફ વધે છે અને અચાનક આવતી ખામી વિશે આગોતરી જાણ થઈ શકે છે.