Flipkart Big Summer Sale 2026: ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટએ ભારતમાં પોતાના આગામી મોટા સમર સેલની જાહેરાત કરી દીધી છે, જે આગામી 9મી મેના રોજ શરૂ થશે. જો તમે પ્લસ સબ્સ્ક્રાઇબર્સ હશો, તો તમને અન્ય યુઝર્સ કરતાં 24 કલાક પહેલા ડીલ્સનો લાભ લઈ શકશો. આ ઈવેન્ટમાં સ્માર્ટફોન અને લેપટોપથી માંડીને સ્માર્ટવૉચ અને હોમ એપ્લાયન્સિસ સુધી અનેક વસ્તુઓના ભાવમાં ભારે ડિસ્કાઉન્ટ મળવાનું છે.
અત્યારે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ધીમે-ધીમે ડિસ્કાઉન્ડ દેખાડી રહ્યું છે, પરંતુ iPhoneની ડીલ્સે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. iPhone 17 અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે મળે તેવી આશા છે.
આ સિવાય iPhone 17 Pro અને Pro Max ફ્લેગશિપ પર પણ ડિસ્કાઉન્ટના કારણે ઓછા ભાવમાં ઉપલબ્થ થઈ શકે છે. આ ઉપરાંત એવા લોકો માટે પણ ઑફર્સ છે, જેઓ વધારે રૂપિયા ખર્ચ કર્યાં વિના ગત વર્ષના iPhone 16માં અપગ્રેડ કરાવવા માંગે છે.
iPhone 17, 17 Pro Max સહિત કેટલીક શાનદાર ડીલ્સ પર નજર
સૌ પ્રથમ iPhone 17 ભારતમાં સપ્ટેમ્બર 2025માં લોન્ચ થયો હતો. આ સમયે 256GB મૉડેલ માટે 82,900 રૂપિયાની કિંમત રાખવામાં આવી હતી. જો કે ફ્લિપકાર્ટ સેલ માટે આ ભાવને ઘટાડીને રૂ.71,999 કરવામાં આવ્યો છે. જ્યારે અંતિમ ભાવ કદાચ સ્પેશિયલ બેંક કાર્ડના ઉપયોગ કરવા પર નિર્ભર કરશે.
જો તમે ટૉપ ટિયર ફ્લેગશિપ એક્સપીરિયન્સ ઈચ્છતા હોવ, તો iPhone 17 Pro અને Pro Max પર પણ ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે અનુક્રમે 1,09,900 અને 1,24,900 રૂપિયામાં મળી રહ્યા છે. આ ડીલ્સ 256GBના વર્ઝન માટે જ છે.
આવી જ રીતે સુપર થિન iPhone Air, જે ગત વર્ષે સપ્ટેમ્બરમાં iPhone 17 સિરીઝ સાથે લૉન્ચ થયો હતો, તેની આ સેલમાં કિંમત ઘટાડવામાં આવી રહી છે. આમ તો ભારતમાં તેની કિંમત 1,19,900 રૂપિયા હોય છે, પરંતુ સેલમાં તમે તેને 95,900 રૂપિયાની આકર્ષક કિંમતે ખરીદી શકો છો. આ સિવાય એકદમ નવો iPhone 17E એપ્પલની લેટેસ્ટ રિલીઝથી પણ સસ્તો છે. જેની લૉન્ચ કિંમત 64,900 રૂપિયાથી ઘટાડીને 60,900 રૂપિયા થઈ ગઈ છે.
iPhone 16 સિરીઝ સેલ
iPhone 16ની કિંમત 69,900 રૂપિયાથી ઘટાડીને માત્ર 58,900 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે iPhone 16 પ્લસ હવે 73,900 રૂપિયાનો છે. તમે iPhone 15ને 51,900 રૂપિયામાં લઈ શકો છો, જે એક ખાસ ઑફર ગણી શકાય, કારણ કે Appleએ ઑફિશિયલી આ મૉડલના ફોન બનાવવાનું જ બંધ કરી દીધુ છે. આખરે બજેટ ફ્રેન્ડલી iPhone 16eના 128GB વર્ઝનની કિંમત રૂ.55,900 થઈ ગઈ છે, જે તેની રિયલ પ્લાઈઝ 59,900 કરતા ઘણી ઓછી છે.
