ભારતમાં XECH X-Charge 10,000mAh પાવર બેંક સીરિઝ, ફાસ્ટ ચાર્જિંગ સાથે અનેક શાનદાર ફીચર્સ

બેટરીની ટકાવારી દર્શાવવા માટે તેમાં ડિજિટલ ડિસ્પ્લે અને પાસ-થ્રૂ ચાર્જિંગની સુવિધા પણ સામેલ છે. પ્રીમિયમ મેટ ફિનિશ અને સ્લિમ ડિઝાઇન ધરાવતી આ મેડ ઇન ઇન્ડિયા પાવર બેંક બીઆઈએસ પ્રમાણિત છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 29 Nov 2026 08:05 AM (IST)Updated: Sun, 29 Nov 2026 08:05 AM (IST)
budgetfriendly-made-in-india-10000mah-power-banks-debut-with-225w-fast-charging

Power Bank:સ્માર્ટ એસેસરીઝ બ્રાન્ડ XECH દ્વારા ભારતીય બજારમાં તેની નવી X-Charge 10,000mAh પાવર બેંક સીરિઝ ઉપલબ્ધ છે. કસ્ટમર અને કોર્પોરેટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કંપનીએ આ સીરિઝ હેઠળ કુલ ત્રણ નવા મોડલ— પીઆરઓ, એનઈઓ અને લાઈટ ઉપલબ્ધ છે. 

વ્યક્તિગત યુઝર્સ માટે ખાસ તૈયાર કરાયેલ એક્સ-ચાર્જ પીઆરઓ મોડલની કિંમત 999 છે. આ કોમ્પેક્ટ પાવર બેંક 22.5W USB-A અને 20W બાયડાયરેક્શનલ યુએસબી-સી ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જેનાથી એકસાથે બે ડિવાઇસ ઝડપથી ચાર્જ થઈ શકે છે. બેટરીની ટકાવારી દર્શાવવા માટે તેમાં ડિજિટલ ડિસ્પ્લે અને પાસ-થ્રૂ ચાર્જિંગની સુવિધા પણ સામેલ છે.

પ્રીમિયમ મેટ ફિનિશ 

પ્રીમિયમ મેટ ફિનિશ અને સ્લિમ ડિઝાઇન ધરાવતી આ મેડ ઇન ઇન્ડિયા પાવર બેંક બીઆઈએસ પ્રમાણિત છે. સુરક્ષા માટે તેમાં શોર્ટ-સર્કિટ, ઓવરચાર્જિંગ, ઓવર-વોલ્ટેજ અને તાપમાન નિયંત્રણ જેવા લેયર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કંપની તેના પર એક વર્ષની વોરંટી પણ આપી રહી છે.

એનઈઓ અને લાઈટ મોડલ ફિચર

બીજી બાજુ એક્સ-ચાર્જ એનઈઓ અને એક્સ-ચાર્જ લાઈટ મોડલ રૂપિયા 799માં મળે છે. બંને મોડલમાં 10,000 એમએએચ બેટરી, 12 ડબ્લ્યુ ચાર્જિંગ સપોર્ટ અને ડ્યુઅલ યુએસબી-એ આઉટપુટ પોર્ટ મળે છે. પીઆરઓ મોડલના ડિજિટલ ડિસ્પ્લેને બદલે આ બંનેમાં એલઈડી ઇન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે.

કંપનીએ ખાસ કરીને કોર્પોરેટ ગિફ્ટિંગ, ડિસ્ટ્રિબ્યુટર્સ અને સંસ્થાકીય ખરીદદારોને ધ્યાનમાં રાખીને આ બજેટ-ફ્રેન્ડલી વિકલ્પો રજૂ કર્યા છે.