₹51 ખર્ચીને મેળવો 28 દિવસની વેલિડિટી, રોજનો 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ; કમાલનો છે આ પ્લાન!

BSNL નો ધમાકેદાર ₹51 પ્લાન! મેળવો મફત સિમ, 28 દિવસની વેલિડિટી, રોજનો 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMS. આ ઓફર 30 જૂન 2026 સુધી જ ઉપલબ્ધ છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Sat, 13 Jun 2026 11:25 AM (IST)Updated: Sat, 13 Jun 2026 11:25 AM (IST)
bsnl-51-rupees-plan-2gb-daily-data-free-sim-offer-details

BSNL 51 prepaid plan: સરકારી ટેલિકોમ કંપની BSNL દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે એક અત્યંત સસ્તો અને આકર્ષક પ્રીપેડ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. જો તમે ઓછા ખર્ચે નવું મોબાઇલ કનેક્શન લેવાનું વિચારી રહ્યા છો, તો BSNLનો આ ₹51 વાળો પ્લાન તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ગ્રાહકોને મફત સિમ કાર્ડ સાથે ડેટા, કોલિંગ અને SMSની શાનદાર સુવિધાઓ મળી રહી છે.

પ્લાનના મુખ્ય લાભો અને વિગતો

આ પ્લાન માત્ર ₹51 માં ઉપલબ્ધ છે, જેની વેલિડિટી 28 દિવસની રહેશે. તેમજ ગ્રાહકોને ઇન્ટરનેટ વપરાશ માટે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા આપવામાં આવશે. આ પ્લાનમાં ખાસ વાત એ કે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ લોકલ અને STD કોલિંગની સુવિધા બિલકુલ મફત મળશે. દરરોજ 100 મફત SMS પણ આ પ્લાન સાથે ઉપલબ્ધ રહેશે; આ પ્લાનની સૌથી આકર્ષક બાબત એ છે કે નવા ગ્રાહકોને આ સાથે BSNL નું સિમ કાર્ડ તદ્દન મફત મળશે.

મર્યાદિત સમયની ઓફર

BSNL એ તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરીને જણાવ્યું છે કે આ એક લિમિટેડ પિરિયડ ઓફર છે. ગ્રાહકો આ શાનદાર ઓફરનો લાભ 30 જૂન, 2026 સુધી જ ઉઠાવી શકશે, ત્યારબાદ કંપની દ્વારા આ પ્લાન બંધ કરવામાં આવી શકે છે. તેથી નવું કનેક્શન લેવા માંગતા લોકો માટે આ ઉત્તમ તક છે.

કોના માટે ઉપયોગી

આ પ્લાન એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ ઓછો ખર્ચ કરીને નવું કનેક્શન મેળવવા માંગે છે. આ ઉપરાંત, જે યુઝર્સ પોતાના ફોનમાં સેકન્ડરી મોબાઇલ નંબર રાખવા માંગે છે, તેમના માટે પણ આ ₹51 નો પ્લાન એક શ્રેષ્ઠ અને સસ્તો વિકલ્પ છે.

ઓફરનો લાભ કેવી રીતે લેવો?

જો તમે આ ઑફરનો લાભ લેવા માંગતા હોય, તો તમારે તમારા નજીકના BSNL ગ્રાહક સેવા કેન્દ્ર અથવા કોઈપણ અધિકૃત રિટેલરની મુલાકાત લેવાની રહેશે. નવું સિમ કાર્ડ એક્ટિવેટ કરાવવા માટે તમારે તમારી સાથે ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો જેવા જરૂરી દસ્તાવેજો સાથે રાખવા પડશે.

ઓછી કિંમત, ફ્રી સિમ અને રોજનો 2GB ડેટા જેવી સુવિધાઓને કારણે આ પ્લાન હાલમાં બજારમાં ધૂમ મચાવી રહ્યો છે, પરંતુ સમય મર્યાદિત હોવાથી રસ ધરાવતા ગ્રાહકોએ વહેલી તકે આનો લાભ લેવો જોઈએ.