John Cena Retirement: રેસલિંગ પ્રમોશનની સૌથી મોટી કંપની WWEના દિગ્ગજ રેસલર જૉન સીના હવે રિંગમાં ક્યારેય જોવા નહીં મળે. જોન સીનાએ આખરે આ રમતમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.
પોતાની કરિયરની અંતિમ મેચમાં જોન સીનાને ગનથરે હરાવ્યો હતો. હાર બાદ સીનાએ પોતાની ટી-શર્ટ, પોતાનો રિસ્ટ બેન્ડ રિંગમાં જ મૂકીને દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતુ.
જોન સીનાની આ આખરી મેચ બાદ WWEના અનેક મહાન રેસલર તેને વિદાય આપવા આવ્યા હતા. લૉકર રૂમમાં જેટલા પણ દિગ્ગજ રેસલર હતા, તમામે આવીને જોન સીનાને તેની શાનદાર કરિયર માટે શુભેચ્છા પાઠવી હતી. જેમાં ટ્રિપલ એચ, સ્ટેફની મેક્મોહન, સીએમ પંક, કોડી રોડ્સ અને ધી અંડર ટેકર પણ સામેલ હતા.
WWEના આ દિગ્ગજે વર્ષ 2002માં ડેબ્યૂ કર્યું હતુ. તે 2005માં WWEનો ચહેરો બન્યો અને 17 વખત વિશ્વ ચેમ્પિયન રહી ચૂક્યો છે. એકવાર જૉન સીનાએ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન તરીકે સંન્યાસ લઈ લીધો છે. 2015 બાદ જોન સીનાએ ફિલ્મોમાં અભિનેતા તરીકે પોતાની ઈનિંગ્સ શરૂ કરી હતી. તો ચાલો જોન સીનાની કરિયર પર એકનજર નાંખીએ
JOHN CENA RETIRES FROM WRESTLING. ?
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 14, 2025
- Thank you for the memories, Cena! ?pic.twitter.com/cgimXcyRUN
જોન સીનાએ 2002માં સ્મેકડાઉનના એક એપિસોડમાં કર્ટ એન્ગલ વિરુદ્ધ WWEમાં ડેબ્યૂ કર્યું હતુ. કરિયરની શરૂઆતમાં તેમણે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો અને તેઓ રિલીઝ પણ થવાનો હતો.
જે બાદ 2004માં જોન સીનાએ રેસલમેનિયામાં ડેબ્યૂ કર્યું અને બિગ શૉને હરાવીને ચેમ્પિયનશિપ જીતી હતી. જે બાદ સીનાએ પાછળ વળીને નથી જોયું. રેસલમેનિયા 21માં JBLને પડકાર ફેંકીને WWE ચેમ્પિયનશિપ મેચ રમી. જેમાં જોન સીનાએ JBLએ હરાવીને પ્રથમવાર વર્લ્ડ ટાઈટલ પોતાના નામે કર્યું હતુ.
જોન સીના મની ઈન ધી બેંક 2024માં પોતાના WWEના સંન્યાસનું એલાન કર્યું હતુ અને જણાવ્યું હતું કે, તેઓ પહેલા ક્યારેય ના જોવા મળ્યા હોય, તેવી ફેરવેલ ટૂરનો હિસ્સો હશે. સીનાએ પોતાની આ વિદાય ટૂરની શરૂઆત રૉયલ રમ્બલ 2025થી કરી, જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને મેચમાં છેલ્લે બહાર નીકળનાર સુપરસ્ટાર બન્યો. આ ક્ષણ સીનાની ઐતિહાસિક કરિયરની યાદગાર સાબિત થઈ
સીનાએ એલિમિનેશન ચેમ્બર મેચ જીતીને રેસલમેનિયા 41માં કોડી રૉડ્સ સામે લડવાની તક મળી હતી. જેમાં કોડીને હરાવીને સીનાએ 17મી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
