John Cena on Shah Rukh Khan: હોલિવૂડ એક્ટર અને WWE સ્ટાર જૉન સીના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સામેલ થયા હતા. ત્યારે હાલમાં જ તેમણે સોશિયલ મીડિયા પર લગ્નમાં શાહરુખ ખાન સાથેની એક તસવીર શેર કરી હતી.
શાહરુખના શબ્દોએ મારું જીવન બદલી નાખ્યું
જૉન સીનાએ ફોટો શેર કરવા સાથે તેમનો અનુભવ પણ શેર કર્યો હતો. અને જણાવ્યું કે તેમના જીવન પર શાહરૂખ ખાનનો કેટલો પ્રભાવ રહ્યો. જેમાં જૉન સીનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે જ્યારે તેઓ તેમના જીવનના ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કિંગ ખાનના શબ્દોએ કેવી રીતે તેમને મદદ કરી હતી. તેમણે કરેલા શો TED ટોકના શબ્દોએ મને પ્રેરણા આપી. મારી જિંદગી બદલવામાં તેમનો મહત્વનો ફાળો છે.
#WATCH | On meeting Shah Rukh Khan, WWE champion and Hollywood actor John Cena says, "He (Shah Rukh) did a Ted Talk that found me at the right time in my life and his words were beyond inspirational to me. They helped orchestrate a change in my life. Since that change, I've been… pic.twitter.com/3zPSbopN6R
— ANI (@ANI) August 5, 2024
આ સાથે જ અનંત-રાધિકાના લગ્નમાં શાહરુખ સાથે મુલાકાત પર ANIને જણાવ્યું કે તે ખૂબ જ ઈમોશનલ પળ હતી. જ્યારે તમે એવા વ્યક્તિ સાથે હાથ મિલાવો છો. જેનો તમારા જીવન પર મોટો પ્રભાવ રહ્યો છે. અને તમારા જીવનમાં તેમના પ્રભાવ વિશે તેમને મળીને જણાવો છો. તે એક અદભૂત ઘટના છે.
