ICC Hall of Fame 2025: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ 2025 પહેલા સાત દિગ્ગજ ખેલાડીઓને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની (MS Dhoni) ને પણ સ્થાન મળ્યું છે. ICCએ આ વખતે પાંચ પુરુષ અને બે મહિલા ક્રિકેટરોને આ ખાસ સન્માન આપ્યું છે. આ સન્માન એ ડે વિદ ધ લિજેન્ડ્સ (A Day with the Legends) નામના એક ખાસ કાર્યક્રમનો ભાગ હશે
ICC Hall of Fame શું છે?
ICC હોલ ઓફ ફેમ ક્રિકેટ જગતનું સર્વોચ્ચ સન્માન છે, જેમાં ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓને વિશેષ સ્થાન આપવામાં આવે છે. આ સન્માનની શરૂઆત 2 જાન્યુઆરી 2009ના રોજ ફેડરેશન ઑફ ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ એસોસિએશન (FICA)ના સહયોગથી કરવામાં આવી હતી.
ICC હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવવા માટે ખેલાડીના રેકોર્ડને લઈને કેટલીક મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. બેટ્સમેન માટે કોઈપણ ફોર્મેટમાં ઓછામાં ઓછા 8000 આંતરરાષ્ટ્રીય રન અથવા 20 સદી હોવી જરૂરી છે. અથવા તેની એવરેજ 50થી વધુ હોવી જોઈએ. જ્યારે બોલર માટે કોઈપણ ફોર્મેટમાં ઓછામાં ઓછી 200 વિકેટ લેવી આવશ્યક હોય છે.
ક્યારે આપવામાં આવે છે આ સન્માન?
ICC હોલ ઓફ ફેમનું સન્માન કોઈપણ ક્રિકેટરને નિવૃત્તિ પછી ઓછામાં ઓછા પાંચ વર્ષના અંતરાલ બાદ આપવામાં આવે છે. 14 નવેમ્બર 2013ના રોજ 'ક્રિકેટના ભગવાન' તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે નિવૃત્તિ લીધી હતી, પરંતુ તેમને 2018માં આ સન્માન મળ્યું નહોતું.
The seven new inductees for the ICC Hall of Fame have been confirmed ?
— ICC (@ICC) June 9, 2025
Details ?https://t.co/fREMwMjIkB
જુલાઈ 2019માં સચિનને આખરે ICC હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું હતું. સચિન ઉપરાંત, રાહુલ દ્રવિડ, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, અનિલ કુંબલે, વિનુ માંકડ, વીરેન્દ્ર સેહવાગ, ડાયના એડુલજી, બિશન સિંહ બેદી અને હવે મહેન્દ્ર સિંહ ધોનીને ICC ક્રિકેટ હોલ ઓફ ફેમથી સન્માનિત કરવામાં આવ્યા છે.
