India Pakistan Cricket Match: અમે નક્કી કર્યું છે કે… ભારત સામે શરમજનક રીતે હાર્યા બાદ પણ પાકિસ્તાનની અક્કલ ઠેકાણે ન આવી; ઉસ્માન તારીકે ફેન્સ કર્યા આ મોટા વાયદાઓ

ટીમ ઈન્ડિયાએ ઈશાન કિશનની ધમાકેદાર ઇનિંગ્સને કારણે એકતરફી મેચમાં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું હતું. હાર બાદ પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિકે ચાહકોને એક ખાસ વચન આપ્યું હતું.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 17 Feb 2026 06:11 PM (IST)Updated: Tue, 17 Feb 2026 06:11 PM (IST)
we-have-decided-that-pakistans-mind-did-not-come-to-its-senses-even-after-the-shameful-defeat-against-india-usman-tariq-made-these-big-promises
HIGHLIGHTS
  • ભારતે પાકિસ્તાનને 61 રને હરાવ્યું
  • આ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી
  • ઈશાન કિશને તોફાની ઇનિંગ્સ રમી

India Pakistan Cricket Match: ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન મેચ હવે પૂર્ણ થઈ ગઈ છે. ઈશાન કિશનની ધમાકેદાર ઇનિંગ્સને કારણે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને એકતરફી મેચમાં 61 રનથી હરાવ્યું હતું. જોકે મેચ રવિવારે રાત્રે સમાપ્ત થઈ ગઈ છતાં તેની ચર્ચા હજુ પણ થઈ રહી છે. પ્રેમદાસા સ્ટેડિયમમાં મેચ પહેલા પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિક ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો.

હવે પાકિસ્તાનનો મેચ નામિબિયા સામે
હાર બાદ ઉસ્માન તારીકે મંગળવારે કહ્યું કે ટીમ T20 વર્લ્ડ કપમાં ભારત સામે મળેલી કારમી હારમાંથી બહાર નીકળી શકે છે અને ટુર્નામેન્ટના આગામી તબક્કામાં સ્થાન મેળવી શકે છે. ભારત સામેની હાર બાદ સુપર 8 તબક્કામાં પહોંચવા માટે પાકિસ્તાને બુધવારે નામિબિયાને કોઈપણ કિંમતે હરાવવું પડશે. બીજી હાર પાકિસ્તાનને ટુર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે.

ભૂલો પર કામ કર્યું
તારિકે પત્રકારોને જણાવ્યું- જો તમે પાછલી મેચમાં થયેલી ભૂલો પર કામ ન કરો તો જ ટીમનું મનોબળ વધારવું મુશ્કેલ છે. અમે અમારી ભૂલો પર કામ કર્યું છે તેથી મને લાગે છે કે તે મુશ્કેલ કાર્ય નહીં હોય. અમે ફરીથી એ જ ભૂલોનું પુનરાવર્તન ન કરવા માટે કટિબદ્ધ છીએ. અમે ચાહકોની નિરાશા સમજી શકીએ છીએ કારણ કે આખો દેશ આ મેચ જોઈ રહ્યો હતો.

હું આગલી વખતે વધુ સારું કરીશ
તારિકે કહ્યું- અમે ચાહકોની તકલીફને સમજીએ છીએ, પરંતુ મને ખાતરી છે કે આગલી વખતે જ્યારે આપણે ભારત સામે રમીશું ત્યારે અમે વધુ સારું પ્રદર્શન કરીશું. તેણે એવી અટકળોને પણ ફગાવી દીધી કે બાબર આઝમ અને શાહીન શાહ આફ્રિદીને નામિબિયા સામેની મેચમાંથી બહાર કરી શકાય છે. બંનેએ તેમના પ્રદર્શનથી નિરાશા વ્યક્ત કરી છે.

બાબર-શાહીન અંગે અપડેટ આપવામાં આવ્યું
તારિકે કહ્યું- આઝમ અને શાહીન બંનેએ પાકિસ્તાન માટે ઘણી મેચ જીતી છે તેથી જો તેઓ એક મેચમાં સારું પ્રદર્શન ન કરે તો આપણે તેમને નકામા ન માનવા જોઈએ. અમે જે પણ રમીએ અમને વિશ્વાસ છે કે અમે તેમને હરાવીશું અને અમારું લક્ષ્ય ફાઇનલ રમવાનું અને ફાઈનલ જીતીને કપ જીતવાનું છે. અમે આ માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.