Prasad Disappointed With Team India: વેંકટેશ પ્રસાદે ટીમ ઈન્ડિયાની ક્લાસ લીધી, કડક શબ્દોમાં કહ્યું- પૈસા અને પાવર છે પણ…

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 30 Jul 2023 09:38 PM (IST)Updated: Sun, 30 Jul 2023 09:38 PM (IST)
venkatesh-prasad-took-team-indias-class-said-in-stern-words-money-and-power-are-there-but

Prasad Disappointed With Team India: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચન વનડે સીરીઝ રમાઈ રહી છે. ભારતે પહેલી મેચ 5 રને જીતી જ્યારે શનિવારે રમાયેલી બીજી વનડે 6 વિકેટથી હારી છે. ભારતીય ટીમે બંને વનડે પ્લેઈંગ ઈલેવનમાં પ્રયોગ કર્યા. બીજી મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો. ભારતીય ઈનિંગ આ મેચમાં 40.5 ઓવરમાં 181 રનમાં જ સમેટાઈ ગઈ હતી. કારમી હાર બાદ પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે ટીમ ઈન્ડિયાની ક્લાસ લીધી છે. તેમણે રવિવારે કહ્યું કે- પૈસા અને પાવર છે પરંતુ આપણે ચેમ્પિયન ટીમ બનવાથી ઘણાં દૂર છીએ.

પ્રસાદે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું- ટેસ્ટ ક્રિકેટને છોડી દો તો છેલ્લાં કેટલાંક સમયથી ભારતીય ટીમ અન્ય બે ફોર્મેટમાં એકદમ સાધારણ જોવા મળી. બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની સામે વનડે સીરીઝ ગુમાવવી પડી. ટીમ ઈન્ડિયાએ છેલ્લાં બે ટી20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. આપણે ઈંગ્લેન્ડની જેમ ન તો ઉત્સાહી છીએ કે ન તો ઓસ્ટ્રેલિયાની જેમ આક્રમક.

પ્રસાદનું માનવું છે કે ટીમ ઈન્ડિયાએ પોતાના વલણમાં બદલાવ કરવાની જરુરિયાત છે અને મોટી સફળતા મેળવવા પર ફોકસ કરવું જોઈએ. તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું- પૈસા અને પાવર હોવા છતાં આપણે નાની-મોટી સફળતાની ઉજવણી કરવા માટે ટેવાઈ ગયા છીએ અને ચેમ્પિયન ટીમ બનવાથી ઘણાં જ દૂર છીએ. દરેક ટીમ જીતવા માટે રમે છે અને ભારત પણ એવું જ કરે છે પરંતુ તેમણે સમયની સાથે દ્રષ્ટિકોણ અને વલણ પણ ખરાબ પ્રદર્શન માટે એક કારણ છે.

વનડે વર્લ્ડ કપ 2023નું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં થવાનું છે. એવામાં વેસ્ટ ઈન્ડિઝ સીરીઝ ભારતીય ટીમની તૈયારીઓ માટે મહત્વની છે. પહેલી વનડેમાં જ્યાં ભારતીય બેટ્સમેને લચર પ્રદર્શન તો બીજી વનડેમાં મહેમાન ટીમ ખરાબ રીતે હારી ગઈ. જો કે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને બંને મેચમાં હાફસેન્ચુરી ફટકારી. સીરીઝ અંતિમ અને નિર્ણાયક વનડે 1લી ઓગસ્ટે રમાશે.