Vaibhav Sooryavanshi: યુવરાજ સિંહ સાથેની 30 મિનિટની વાતચીતે બદલી વૈભવની કિસ્મત, મેચ બાદ થયો ખુલાસો

Vaibhav Sooryavanshi: વૈભવ સૂર્યવંશીએ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટમાં 52 બોલમાં બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો. આ શાનદાર ઇનિંગ પહેલા તેણે પોતાના આઈડલ યુવરાજ સિંહ સાથે 30 મિનિટ વાત કરી હતી, જેમણે તેને મહત્વપૂર્ણ ટિપ્સ આપી હતી.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Wed, 25 Nov 2026 12:15 PM (IST)Updated: Wed, 25 Nov 2026 12:15 PM (IST)
vaibhav-sooryavanshi-reveals-how-chat-with-idol-yuvraj-singh-fueled-record-double-ton
વૈભવે યુવરાજ સિંહ સાથેની વાતચીતનો ખુલાસો કર્યો

Vaibhav Sooryavanshi on Idol Yuvraj Singh: વૈભવ સૂર્યવંશીએ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટમાં ડબલ સેન્ચૂરી ફટકારીને ઈતિહાસ રહી દીધો છે. 52 બોલમાં બેવડી સદી ફટકારી વૈભવે યૂએઈના બોલર્સને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા. હવે આ ઈનિંગ બાદ તેમણે મોટો ખુલાસો કર્યો છે. વૈભવે જણાવ્યું છે કે, આ મેચ પહેલા તેમણે યુવરાજ સિંહ સાથે વાત કરી હતી.

યુવરાજ સિંહ સાથે કરી 30 મિનિટ વાત

વૈભવે જણાવ્યું કે છેલ્લી બે મેચમાં મારુ પ્રદર્શન ખરાબ રહ્યું હતું. જેથી હું થોડો પરેશાન હતો. ત્યાર બાદ મે મારા આઈડલ યુવરાજ સિંહને ફોન કર્યો હતો. મે તેમની સાથે 30 મિનિટ વાત કરી અને મને રમવામાં જ્યાં જ્યાં સમસ્યાઓ આવી રહી હતી તે જણાવી. ત્યાર બાદ યુવરાજ સિંહે તેમને હિંમત આપી અને ટીપ્સ પણ આપી. યુવરાજે કહ્યું કે, જો તુ 20 બોલ રમીશ તો સ્કોર અલગ હશે. તેમણે વૈભવની ટેકનિક અંગે પણ સજેશન આપ્યું. વૈભવે આગળ કહ્યું કે, યુવરાજ સિંહે મારી બેટિંગના વીડિયો જોયા, જેના કારણે તેમને ખબર પડી કે હું કઈ જગ્યાએ ભૂલ કરી રહ્યો છું. વીડિયો જોયા બાદ યુવરાજ સિંહે કેટલાક ફેરફાર કરવા કહ્યું જે વૈભવે કર્યા અને બાદમાં ઈતિહાસ રચી દીધો.

વૈભવે સૂર્યવંશીને ફટકારી બેવડી સદી

યુએઈ સામે વૈભવે માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી હતી. આ પારીમાં તેણે 28 સિક્સર ફટકારી હતી. બીસીસીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં વૈભવે કહ્યું કે, મે મેચ પહેલા યુવરાજ સિંહ સાથે વાત કરી હતી. યુવરાજ સિંહ ઉપરાંત તેમણે તેમના પિતા, બાળપણના કોચ અને અંડર 19ના મારા મિત્ર સાથે વાત કરી હતી.

વૈભવે કયા કયા રેકોર્ડ બનાવ્યા

આ મેચમાં વૈભવે રેકોર્ડની હારમાળા સર્જી દીધી હતી. ભારતને યુએઈએ 250 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ભારતે માત્ર 14.2 ઓવરમાં પ્રાપ્ત કરી લીધો હતો. નોંધનિય છે કે, 250 રનમાં 204 રન તો એકલા વૈભવના હતા. વૈભવે 28 બોલમાં સદી, 40 બોલમાં 150 અને 152 બોલમાં બેવડી સદી ફટકારી દીધી હતી. વૈભવે આ મેચમાં જેક ફ્રેજર મેકગર્કનો રેકોર્ડ તોડી નાખો જેણે 29 બોલમાં સદી ફટકારી હતી.વૈભવે મેચમાં બાદ કહ્યું કે, આ મેચમાં મારી પહેલી પ્રાથમિકતા મેદાન પર વધુને વધુ સમય સુધી ટકવાની હતી. મે એ જ કર્યું અને પરિણામ પણ મળ્યું.