Vaibhav Sooryavanshi: આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યા બાદ વૈભવે કરી ઈમોશનલ પોસ્ટ, જાણો ખાસ મેસેજમાં શું લખ્યું?

ભારત તરફથી સૌથી યુવા વયે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યા પછી વૈભવ સૂર્યવંશી ભાવુક થઈ ગયો અને એક ઈમોશનલ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 05 Jul 2026 03:22 PM (IST)Updated: Sun, 05 Jul 2026 03:22 PM (IST)
vaibhav-sooryavanshi-international-debut-emotional-message-india-vs-england-t20
Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi Debut Instagram Story: ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ સામેની બીજી ટી20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું ડેબ્યૂ કર્યું છે. ડેબ્યૂ પહેલાથી જ તે ઘણી ચર્ચામાં હતો. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ વૈભવ સૂર્યવંશીએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરતા ભાવુક મેસેજ આપ્યો હતો. વૈભવની પોસ્ટમાં શું હતું, વાંચો...

ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ઈમોશનલ મેસેજ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી T20 મેચ પૂરી થયા બાદ વૈભવ સૂર્યવંશીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે ટીમ ઇન્ડિયાની જર્સીમાં પોતાની તસવીર મૂકીને ચાહકો માટે અત્યંત ભાવુક સંદેશ લખ્યો હતો, જે હાલ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પોસ્ટમાં વૈભવે લખ્યું કે, "તમારા સૌના મેસેજ જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું છે. હંમેશા આટલો પ્રેમ આપવા અને સાથ નિભાવવા બદલ મારા તમામ શુભેચ્છકો અને સિનિયર્સનો ખૂબ ખૂબ આભાર. મને મારા દેશ માટે રમવાની તક મળી તે માટે હું ખરેખર ખૂબ જ આભારી છું. હું જ્યારે પણ મેદાન પર ઉતરીશ, ત્યારે મારી ટીમ માટે હંમેશા મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશ. દરેક વસ્તુ માટે તમારા સૌનો આભાર."

naidunia_image

વૈભવ સૂર્યવંશીની આ ઈમોશનલ પોસ્ટ માટે ચાહકો ખૂબ જ સરાહના કરી રહ્યા છે. વધુમાં, સોશિયલ મીડિયા પર ફેન્સ વૈભવ સૂર્યવંશીને આ મોટી ઉપલબ્ધી હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવીને તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી રહ્યા છે.

સચિન તેંડુલકર અને શેફાલી વર્માનો રેકોર્ડ તૂટ્યો

મેન્ચેસ્ટરમાં રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20 મેચમાં ડેબ્યૂની સાથે જ વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો છે. તે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને મહિલા ક્રિકેટર શેફાલી વર્માનો વર્ષો જૂનો રેકોર્ડ તોડીને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

IPL 2026 ની ચમક અને આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ 

IPL 2026 (ઈન્ડિયન પ્રીમિયર લીગ) માં શાનદાર પ્રદર્શનથી ધૂમ મચાવનાર વૈભવના ડેબ્યૂની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. માન્ચેસ્ટરમાં તેને આખરે ડેબ્યૂ કેપ મળી હતી. પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે 10 બોલમાં 14 રન બનાવ્યા હતા. જોકે, આ મેચમાં ભારતીય ટીમનો 4 વિકેટે પરાજય થયો હતો. તેમ છતાં લોકો વૈભવની પ્રશંસા કરી રહ્યા છે.