Vaibhav Sooryavanshi: મેદાન પર જ રડી પડ્યો વૈભવ સૂર્યવંશી, જુઓ VIDEO; ભારતનો 4-0 થી શરમજનક પરાજય

ઈંગ્લેન્ડ સામેથી પાંચમી મેચમાં સૌથી યુવા વયે ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરનાર વૈભવ સૂર્યવંશીને ડ્રોપ કરવામાં આવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 12 Jul 2026 10:59 AM (IST)Updated: Sun, 12 Jul 2026 10:59 AM (IST)
vaibhav-sooryavanshi-crying-video-ind-vs-eng-5th-t20-match
Vaibhav Sooryavanshi crying

Vaibhav Sooryavanshi crying, IND vs ENG T20 Series: ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયા માટે T20 સિરીઝ અત્યંત નિરાશાજનક રહી છે. સિરીઝની 5મી અને અંતિમ મેચમાં ભારતની હાર કરતા પણ વધુ ચર્ચા 15 વર્ષીય યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની થઈ રહી છે. સૌથી યુવા વયે ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરનાર વૈભવ સૂર્યવંશીને ડ્રોપ કરવામાં આવતા તે મેદાન પર જ રડી પડ્યો, જેનો ઈમોશનલ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, VIDEO વાયરલ

ટીમ ઈન્ડિયામાં પહેલીવાર તક મેળવનાર 15 વર્ષના વૈભવ માટે ઇંગ્લેન્ડનો આ પ્રવાસ સારો ન રહ્યો. શરૂઆતની ત્રણ મેચમાં રમવાની તક મળ્યા બાદ વૈભવ સૂર્યવંશી માત્ર 13, 14 અને 15 રન જ બનાવી શક્યો હતો. સતત ફ્લોપ રહ્યા બાદ ટીમ મેનેજમેન્ટે તેને પાંચમી મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધો હતો.

ટીમમાંથી ડ્રોપ થયા બાદ વૈભવ મેચ દરમિયાન બાઉન્ડ્રી લાઈન પાસે ઉદાસ ચહેરે બેઠેલો જોવા મળ્યો હતો. પરંતુ ચાહકોનું દિલ ત્યારે તૂટી ગયું જ્યારે મેચ પૂરી થયા બાદ ભારતની હારથી આઘાતમાં રહેલો વૈભવ રડવા લાગ્યો હતો અને તેને સાંત્વના આપવા માટે આસપાસ કોઈ ન હતું, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા.

સિરીઝમાં ભારતનો 4-0 થી સફાયો થયો

ઈંગ્લેન્ડના આ પ્રવાસમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ કંગાળ રહ્યું હતું. યજમાન ઈંગ્લેન્ડે 4-0 થી સિરીઝ જીતીને ટીમ ઇન્ડિયાનો સફાયો કર્યો હતો. આ ટી20 સિરીઝની એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

જોસ બટલર-હેરી બ્રૂકની વિસ્ફોટક બેટિંગ

અંતિમ T20 મેચની વાત કરીએ તો, ઈંગ્લેન્ડના ઓપનર જોસ બટલર અને કેપ્ટન હેરી બ્રૂકે ભારતીય બોલરોને ધોઈ નાખ્યા. બંનેની વિસ્ફોટક બેટિંગને કારણે ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 257 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો.

જોસ બટલરે માત્ર 64 બોલમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારીને 131 રન ફટકાર્યા હતા. બીજી તરફ, કેપ્ટન હેરી બ્રૂકે 45 બોલમાં 8 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી અણનમ 95 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડ સામે ભારતની 56 રને કારમી હાર

258 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને માત્ર 201 રન જ બનાવી શકી હતી અને ભારતે આ મેચ 56 રનથી ગુમાવી દીધી હતી. ભારત તરફથી બેટિંગમાં સૌથી વધુ રન ઈશાન કિશને (56 રન) અને તિલક વર્માએ (53 રન) બનાવ્યા હતા, પરંતુ તેઓ ટીમને જીત સુધી પહોંચાડી શક્યા ન હતા.