Team India Schedule 2026: ટીમ ઈન્ડિયાનું મિશન 2026, T20 વર્લ્ડ કપથી લઈ વિદેશી પ્રવાસો સુધી; જાણો ભારતીય ટીમનું સંપૂર્ણ ક્રિકેટ કેલેન્ડર

7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ટ્રોફી જાળવી રાખવા માટે મેદાનમાં ઉતરશે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 02 Jan 2026 09:11 AM (IST)Updated: Fri, 02 Jan 2026 09:11 AM (IST)
team-india-schedule-2026-full-calendar-series-wise-matches-venues

Team India Schedule 2026: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ માટે 2026નું વર્ષ અત્યંત વ્યસ્ત, પડકારજનક અને ઐતિહાસિક સાબિત થવા જઈ રહ્યું છે. એક તરફ ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં ટાઈટલ બચાવવાનું દબાણ હશે, તો બીજી તરફ ટેસ્ટ ક્રિકેટમાં સાખ પાછી મેળવવાનો પડકાર પણ રહેશે.

2025માં ટીમ ઈન્ડિયાએ મર્યાદિત ઓવરોમાં શાનદાર પ્રદર્શન કરતા ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, પરંતુ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં મળેલી કારમી હાર બાદ હવે 2026માં ત્રણેય ફોર્મેટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરવું ટીમ માટે અનિવાર્ય બની ગયું છે.

જાન્યુઆરી 2026: ન્યુઝીલેન્ડ શ્રેણી અને અંડર-19 વર્લ્ડ કપનો પ્રારંભ

વર્ષની શરૂઆત ન્યુઝીલેન્ડ સામેની હોમ સીરીઝથી થશે, જેમાં ODI અને T20 મેચો રમાશે. આ સાથે જ ક્રિકેટના ભાવિ સ્ટાર્સ માટે અંડર-19 ODI વર્લ્ડ કપનું આયોજન થશે.

  • તારીખ: 15 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી
  • યજમાન: ઝિમ્બાબ્વે અને નામિબિયા
  • ખાસ નજર: આ ટુર્નામેન્ટમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે જેવા યુવા ખેલાડીઓ પર સૌની નજર રહેશે.
  • ફોર્મેટ: ગ્રુપ સ્ટેજ બાદ સુપર સિક્સ રાઉન્ડ રમાશે. સેમિફાઇનલ મેચો 3 અને 4 ફેબ્રુઆરીએ યોજાશે, જ્યારે ફાઈનલ 6 ફેબ્રુઆરીએ હરારેમાં રમાશે.

અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ગ્રુપ સ્ટેજ મેચો

તારીખ મેચ સ્થળ
15 જાન્યુઆરી ભારત વિરુદ્ધ યુએસએ બુલાવાયો
17 જાન્યુઆરી ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ બુલાવાયો
24 જાન્યુઆરી ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ બુલાવાયો

વધુ મેચો (જો ક્વોલિફાય થાય તો)

તારીખ મેચ
24 જાન્યુઆરી - 1 ફેબ્રુઆરી સુપર-6 રાઉન્ડ
3 ફેબ્રુઆરી પ્રથમ સેમિ-ફાઇનલ
4 ફેબ્રુઆરી બીજી સેમિ-ફાઇનલ
6 ફેબ્રુઆરી ફાઇનલ

વનડે સિરીઝ: ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ

તારીખ મુકાબલો સ્થળ
11 જાન્યુઆરી પ્રથમ વનડે વડોદરા
14 જાન્યુઆરી બીજી વનડે રાજકોટ
18 જાન્યુઆરી ત્રીજી વનડે ઈન્દોર

ટી20 સિરીઝ: ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ

તારીખ મુકાબલો સ્થળ
21 જાન્યુઆરી પ્રથમ ટી20 નાગપુર
23 જાન્યુઆરી બીજી ટી20 રાયપુર
25 જાન્યુઆરી ત્રીજી ટી20 ગુવાહાટી
28 જાન્યુઆરી ચોથી ટી20 વિશાખાપટ્ટણમ
31 જાન્યુઆરી પાંચમી ટી20 તિરુવનંતપુરમ

ફેબ્રુઆરી-માર્ચ 2026: T20 વર્લ્ડ કપ (ભારત અને શ્રીલંકા)

જૂનિયર ટીમની ફાઈનલના બીજા જ દિવસથી સિનિયર મેન્સ ટીમ મિશન વર્લ્ડ કપમાં જોડાશે. 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ટ્રોફી જાળવી રાખવા માટે મેદાનમાં ઉતરશે.

ગ્રુપ સ્ટેજ મેચો

તારીખ મુકાબલો સ્થળ
7 ફેબ્રુઆરી ભારત vs અમેરિકા મુંબઈ
12 ફેબ્રુઆરી ભારત vs નામીબિયા દિલ્હી
15 ફેબ્રુઆરી ભારત vs પાકિસ્તાન કોલંબો
18 ફેબ્રુઆરી ભારત vs નેધરલેન્ડ અમદાવાદ

વધુ મેચો (જો ક્વોલિફાય થાય તો)

ચરણ તારીખ સ્થળ
સુપર-8 21 ફેબ્રુઆરી – 1 માર્ચ વિવિધ
સેમિફાઇનલ 5 માર્ચ મુંબઈ
ફાઇનલ 8 માર્ચ અમદાવાદ

માર્ચ-મે 2026: IPLનો રોમાંચ

વર્લ્ડ કપના સમાપન બાદ ક્રિકેટ ચાહકોને IPLનો ડોઝ મળશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 2026ની સીઝન અંદાજિત 26 માર્ચથી 31 મે દરમિયાન રમાશે. જોકે, આ અંગેનું સત્તાવાર શેડ્યૂલ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

જૂન 2026: મહિલા T20 વર્લ્ડ કપ (ઇંગ્લેન્ડ)

જૂનમાં ભારતીય મહિલા ટીમ માટે પણ મોટી કસોટી છે. કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટીમ ઈંગ્લેન્ડમાં T20 વર્લ્ડ કપ રમશે. 2025ના વન-ડે વર્લ્ડ કપના શાનદાર પ્રદર્શનને અહીં પણ દોહરાવવાનો ટીમનો લક્ષ્યાંક રહેશે. ગ્રુપ સ્ટેજમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમો સામે થશે.

ભારતીય મહિલા ટીમનો ગ્રુપ સ્ટેજ શેડ્યૂલ (મહિલા ટી20 વર્લ્ડ કપ)

તારીખ મુકાબલો સ્થળ
14 જૂન 2026 ભારત મહિલા vs પાકિસ્તાન મહિલા બર્મિંઘમ (એજબેસ્ટન)
17 જૂન 2026 ભારત મહિલા vs ક્વોલિફાયર (TBC) લીડ્સ (હેડિંગ્લે)
21 જૂન 2026 ભારત મહિલા vs દક્ષિણ આફ્રિકા મહિલા મેનચેસ્ટર (ઓલ્ડ ટ્રાફર્ડ)
25 જૂન 2026 ભારત મહિલા vs ક્વોલિફાયર (TBC) મેનચેસ્ટર (ઓલ્ડ ટ્રાફર્ડ)
28 જૂન 2026 ભારત મહિલા vs ઓસ્ટ્રેલિયા મહિલા લંડન (લોર્ડ્સ)

જૂન 2026: અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ

ફોર્મેટ મેચ
વનડે 3
ટેસ્ટ 1

(તારીખો અને સ્થળો પછી જાહેર કરવામાં આવશે)

જુલાઈ 2026: ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ

ટી20 શ્રેણી

તારીખ મુકાબલો સ્થળ
1 જુલાઈ પ્રથમ ટી20 ચેસ્ટર-લે-સ્ટ્રીટ
4 જુલાઈ બીજી ટી20 મેનચેસ્ટર
7 જુલાઈ ત્રીજી ટી20 નોટિંગહામ
9 જુલાઈ ચોથી ટી20 બ્રિસ્ટલ
11 જુલાઈ પાંચમી ટી20 સાઉથહેમ્પ્ટન

વનડે શ્રેણી

તારીખ મુકાબલો સ્થળ
14 જુલાઈ પ્રથમ વનડે બર્મિંઘમ
16 જુલાઈ બીજી વનડે કાર્ડિફ
19 જુલાઈ ત્રીજી વનડે લંડન

ઓગસ્ટ-ડિસેમ્બર 2026: સતત વિદેશી અને હોમ સીરીઝનું ટાઈમટેબલ

વર્ષના બીજા ભાગમાં ટીમ ઈન્ડિયાનું શિડ્યુલ ખૂબ જ પેક રહેશે:

ઓગસ્ટ 2026

શ્રીલંકા પ્રવાસ (2 ટેસ્ટ મેચ)

સપ્ટેમ્બર 2026

  • અફઘાનિસ્તાન વિરુદ્ધ સીરીઝ (3 T20)
  • એશિયન ગેમ્સ (જાપાન)
  • વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ (3 ODI, 5 T20)

ઓક્ટોબર-નવેમ્બર 2026

ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ (2 ટેસ્ટ, 3 ODI)

ડિસેમ્બર 2026

ભારતનો શ્રીલંકા પ્રવાસ (3 ODI, 3 T20)