Team India Squad T20 Series: બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ મેચની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડે 28 સપ્ટેમ્બરે ટીમની જાહેરાત કરી છે. 15 સભ્ય ટીમની કેપ્ટનશિપ સૂર્યકુમાર યાદવ કરશે. તો ફાસ્ટ બોલર મયંક યાદવની પણ ટીમમાં એન્ટ્રી થઈ છે. જ્યારે ઈશાન કિશનને ફરી નિરાશા મળી છે અને તેણે ટી20 ટીમમાં સામેલ નથી કરાયો. ભારત-બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સીરીઝ 6 ઓક્ટોબરથી શરુ થશે.
મયંક યાદવ પહેલી વખત ભારતીય ટીમમાં સામેલ થયો છે. મયંકે IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી તોફાની બોલિંગ કરી હતી. મયંકે 150 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જો કે મંયક ઈન્જરીને કારણે IPLની સીઝનમાંથી બહાર થઈ ગયો હતો પરંતુ હવે તે સંપૂર્ણપણે ફીટ છે. નીતિશ કુમાર રેડ્ડીને પણ પહેલી વખત સીનિયર ટીમમાં સામેલ કરાયો છે.
આ પણ વાંચો
બાંગ્લાદેશ વિરુદ્ધ 3 ટી20 મેચ માટેની ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજૂ સેમસન (વિકેટકીપર), રિન્કૂ સિંહ, હાર્દિક પંડયા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જિતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ.
ભારત-બાંગ્લાદેશ ટી20 સીરીઝનું શિડ્યૂલ
- પહેલી ટી20- ગ્વાલિયર- 6 ઓક્ટોબર
- બીજી ટી20- દિલ્હી- 9 ઓક્ટોબર
- ત્રીજી ટી20- હૈદરાબાદ- 12 ઓક્ટોબર
આ તમામ ટી20 મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે શરુ થશે.
