Test Twenty Cricket Format: 20 ઑવરની મેચમાં ભરપુર રોમાંચ મળતો હોવાના કારણે હવે વન-ડે અને ટેસ્ટ મેચ ઓછી રમાવા લાગી છે. મોટાભાગના ક્રિકેટ બોર્ડ પણ 20-20 મેચને જ મહત્ત્ આપવા લાગ્યા છે. જો કે સૌથી રોમાંચક રમત ગણાતી ક્રિકેટમાં હવે નવો વળાંક આવવા જઈ રહ્યો છે. હકીકતમાં ક્રિકેટ ફેન્સને વધારે મનોરંજન મળી રહે અને મેચને વધારે રોમાંચક બનાવવા માટે એક ક્રિકેટનું એક નવું ફોર્મટ આવવા માટે તૈયાર છે.
ટેસ્ટ ક્રિકેટની ટેકનિક અને ધીરજને T20ની ફટકાબાજી સાથે સાંકળીને એક નવું હાઈબ્રિજ ફોર્મેટ 'ટેસ્ટ ટ્વેન્ટી' લૉન્ચ કરવામાં આવ્યું છે. જેને ક્રિકેટનો ચોથું સત્તાવાર ફોર્મેટ ગણી શકાય છે. જો કે ICC તરફથી આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી. ICC દ્વારા હાલ ટેસ્ટ, વન-ડે અને ટી-20 ક્રિકેટના ફોર્મેન્ટને જ મંજૂરી આપવામાં આવી છે.
આજથી બે દિવસ પહેલા ગત 16 ઓક્ટોબરના રોજ વર્ચ્યુઅલ લૉન્ચમાં એબીડી વિલિયર્સ, હરભજનસિંહ, મેથ્યુ હૈડન અને ક્લાઈવ લૉઈડ જેવા ધુરંધરો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે આ ફોર્મેટની ભરપુર પ્રસંશા કરી હતી. ટેસ્ટ T20ની પ્રથમ સિઝન 2026માં શરૂ થશે. આ ફોર્મેટમાં મોટાભાગે 13 થી 19 વયજૂથના યુવા ક્રિકેટર્સ પર જ ફોકસ કરવામાં આવશે.
કેવું રહેશે ટેસ્ટ ટ્વેન્ટીનું ફોર્મેટ
ટેસ્ટ ટ્વેન્ટી એક દિવસની જ મેચ હશે. જેને સરળ ભાષામાં સમજીએ તો, 2 T20ની મેચ કહી શકો છો. જો કે ઘણાં નિયમો ટેસ્ટ ક્રિકેટની જેમ જ છે. જેમકે એક ઈનિંગ્સ 20 ઑવરની હશે અને ટેસ્ટની માફક એક ટીમને બે વાર બેટિંગ કરવાની રહેશે .બૉલરોને પણ 20 વિકેટ ઝડપવી પડશે. જો બોલર 20 વિકેટ ના ઝડપે, તો મેચ ડ્રો નહીં થાય, પરંતુ ઓછા રન બનાવનારી ટીમ હારી જશે.
Proud to have launched Test Twenty®️ with @gauravbahirvani . If you’re 13–19 and play with passion, this is your chance. Register: https://t.co/zNFYTDL6lV@The_Test_Twenty @HaydosTweets #clivelloyd @harbhajan_singh #ParitySports #oneonesixnetwork#TestTwenty #FourthFormat pic.twitter.com/FNDYvM6tJf
— AB de Villiers (@ABdeVilliers17) October 16, 2025
આમ એકમેચમાં 80 ઓવર રમાશે, જેમાં 4 ઈનિંગ્સ હશે. દરેક ટીમ બે-બે વખત બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. એક ઈનિંગ્સ 20 ઓવરની હશે. જો 20 ઓવર પહેલા ટીમ ઑલઆઉટ થઈ જાય છે, તો બીજી ટીમ બેટિંગ કરવા ઉતરશે. આ ફોર્મેટનો સૌથી ખાસ નિયમ પાવર પ્લે અને ફૉલોઓન છે.
એક પાવર પ્લે 4 ઑવરનો હશે અને ફૉલો-ઓન માટે બીજી ટીમ ત્યારે જ આવશે, જ્યારે પહેલી ટીમ 75 રનથી વધારે પાછળ રહી હોય. જ્યારે એક બૉલર વધુમાં વધુ 8 ઑવર જ ફેંકી શકશે. આ મેચ રમવા માટે ખેલાડીઓને સફેદ ટી-શર્ટ પહેરવી પડશે.