IND vs WI: ભારતીય કપ્તાન શુભમન ગિલે શાનદાર સદી સાથે ધોનીની બરોબરી કરી, વિરાટ-રોહિતનો રેકોર્ડ પણ તોડ્યો

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વન-ડેમાં શુભમન ગિલે પોતાની 10મી સદી ફટકારીને ધોનીના રેકોર્ડની બરાબરી કરી અને સૌથી ઝડપી 10 સદી ફટકારવામાં કોહલી-ધવનને પાછળ છોડ્યા. આ મેચમાં રોહિત શર્માએ ક્રિસ ગેલના રેકોર્ડની બરાબરી કરી, જ્યારે વિરાટ કોહલીએ 15,000 વન-ડે રન પૂરા કર્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 27 Sep 2026 09:49 PM (IST)Updated: Sun, 27 Sep 2026 09:49 PM (IST)
shubman-gill-century-overtakes-ms-dhoni-breaks-virat-kohli-and-rohit-sharma-records

Shubman Gill Century Record: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ વન-ડે મેચમાં (Ind Vs Wi) ભારતીય બેટ્સમેનોએ બેક-ટૂ-બેક રેકોર્ડ સર્જ્યા છે. એકતરફ અનુભવી ઑપનર રોહિત શર્માએ 'યુનિવર્સ બૉસ' ક્રિસ ગેઈલના વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં રેકોર્ડની બરોબરી કરી લીધી છે. આ સિવાય ટીમ ઈન્ડિયાના 'રન મશીન'ના નામે ફેમસ વિરાટ કોહલીએ પોતાની વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 15 હજાર રન પૂરા કર્યા છે.

મહાન ખેલાડી સચિન તેંડુલકર બાદ 15 હજારથી વધુ રન બનાવનાર વિરાટ કોહલી ક્રિકેટ વિશ્વનો બીજો ખેલાડી બની ગયો છે. જ્યારે ટીમ ઈન્ડિયાના યુવા કપ્તાન શુભમન ગિલે આ મેચમાં સદી સાથે જ પોતાની વન-ડે ઈન્ટરનેશનલમાં 10 સદી પૂરી કરી લીધી છે. આ મામલે શુભમન ગિલે ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે.

સૌથી ઝડપી 10 સદી ફટકારવામાં ધવન-કોહલીને પાછળ છોડ્યા

ટીમ ઈન્ડિયાના ODI કપ્તાન શુભમન ગિલે માત્ર 96 બોલમાં શાનદાર સદી ફટકારવા સાથે અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. વન-ડે મેચમાં શુભમન ગિલની આ 10મી સદી છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ સદી છે. આ સાથે જ શુભમન ગિલે વન-ડેમાં ભારત તરફથી સૌથી ઝડપી 10 સદી ફટકારવા મામલે શિખર ધવન અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે.

હકીકતમાં શુભમન ગિલે પોતાની વન ડે કરિયરની 67મી ઈનિંગ્સમાં 10મી સદી ફટકારી છે. શુભમન ગિલ પહેલા શિખર ધવને 77 ઈનિંગ્સમાં 10 સદી ફટકારી હતી. જ્યારે વિરાટ કોહલીએ 80 ઈનિંગ્સમાં 10 સદી ફટકારી હતી.

જો વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 10 સદી ફટકારવાની વાત કરીએ તો, આ લિસ્ટમાં સાઉથ આફ્રિકાનો આધારભૂત બેટ્સમેન ક્વિન્ટ ડિકૉકનું નામ સૌથી મોખરે છે, જેણે માત્ર 55 ઈનિંગ્સમાં જ 10 સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.

ગિલે 'કેપ્ટન કુલ'ની બરોબરી કરી, રોહિતનો રેકોર્ડ તોડ્યો

ભારત માટે સૌથી ઝડપી 10 સદી ફટકારવા ઉપરાંત શુભમન ગિલે પૂર્વ કપ્તાન એમ.એસ.ધોનીની બરોબરી કરી લીધી છે. વન ડે વિશ્વકપ વિજેતા કેપ્ટન કુલ ધોનીએ પોતાની કરિયરમાં ODI ફોર્મેટમાં કુલ 10 સદી ફટકારી છે. આ માટે ધોનીને 350 મેચ રમવી પડી હતી. જ્યારે શુભમન ગિલે પોતાની 68 ODI મેચમાં જ સદી બાબતે ધોનીની બરોબરી કરી લીધી છે.

આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શુભમન ગિલે ઑપનર તરીકે રોહિત શર્માનો એક રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. શુભમન ગિલે બેટ્સમેન તરીકે સૌથી ઝડપી 3 હજાર રન પૂરા કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આજે પોતાની ઈનિંગમાં 41 રન બનાવવાની સાથે જ શુભમન ગિલ રોહિત શર્માથી આગળ નીકળી ગયો હતો. રોહિત શર્માએ ઑપનર તરીકે 63 ઈનિગમાં 3 હજાર રન બનાવ્યા હતા.