Shreyas Iyer Net Worth: IPL ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી, પંજાબ કિંગ્સને બનાવી શકે છે ચેમ્પિયન; જાણો શ્રેયસ ઐયરની નેટવર્થ

IPL 2025ના મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે શ્રેયસ ઐયરને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે, તે IPL ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. જાણો શ્રેયસ ઐયરની કુલ નેટવર્થ.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 26 Mar 2025 09:11 AM (IST)Updated: Wed 26 Mar 2025 09:11 AM (IST)
shreyas-iyer-net-worth-2025-income-ipl-earnings-assets-house-salary-luxury-lifestyle-career-car-collection-497786

Shreyas Iyer Net Worth 2025: આઈપીએલ 2025 (IPL 2025) ની પાંચમી મેચ ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 11 રનથી માત આપી હતી. ત્યારે આ મેચમાં પંજાબ કિંગ્સ માટે ડેબ્યૂ કરનાર કેપ્ટન શ્રેયસ ઐયર છવાઈ ગયો હતો. ઐયરે 42 બોલમાં 97 રનની નાબાદ ઈનિંગ રમી હતી. આ દરમિયાન ઐયરે 5 ફોર અને 9 સિક્સ ફટકારી હતી. આ ફોર્મને જોતા ઐયર પંજાબ કિંગ્સને આઈપીએલમાં પ્રથમ વખત ચેમ્પિયન બનાવી શકે છે.

30 વર્ષીય શ્રેયસ ઐયરે IPL 2024માં પોતાની કેપ્ટનશીપમાં કોલકાતા નાઈટ રાઇડર્સને જીત અપાવી હતી. જો કે, કેકેઆરે તેને રિલીઝ કરતાં IPL 2025ના મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે ઐયરને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે, તે IPL ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ત્યારે જાણો શ્રેયસ ઐયરની કુલ નેટવર્થ.

શ્રેયસ ઐયરની નેટવર્થ

શ્રેયસ ઐયરની કુલ સંપત્તિ વિશે વાત કરીએ, તો તે લગભગ 80 કરોડ રૂપિયા છે. તેની આવકનો મુખ્ય સ્ત્રોત IPL, BCCIનો વાર્ષિક કરાર અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે. આ ઉપરાંત, તેઓ ડોમેસ્ટિક ક્રિકેટમાંથી પણ પૈસા કમાય છે. ઐયરને BCCI તરફથી વાર્ષિક 3 કરોડ રૂપિયા મળતા હતા. જો કે, 2024માં તેમને BCCIનો વાર્ષિક કરાર મળ્યો ન હતો.

આઈપીએલમાંથી કરે છે મોટી કમાણી

શ્રેયસ ઐયર પહેલી વાર 2015માં દિલ્હી ડેરડેવિલ્સ (2.6 કરોડ) સાથે જોડાયો હતો. આ પછી, 2018માં તેનો પગાર વધીને 7 કરોડ રૂપિયા થયો. IPL 2022 પહેલા યોજાયેલા મેગા ઓક્શનમાં, કોલકાતા નાઈટ રાઇડર્સે શ્રેયસ ઐયરને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL 2025 ના મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે, તે IPL ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

શ્રેયસ ઐયરનું રોકાણ અને કાર કલેક્શન

શ્રેયસ ઐયર BoAt, માન્યવર અને Dream11 જેવી બ્રાન્ડ્સ માટે એન્ડોર્સેમેન્ટ કરે છે. તેણે રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે. મુંબઈના લોઢા વર્લ્ડ ટાવરમાં તેમનું 11.85 કરોડ રૂપિયાનું વૈભવી ઘર છે. તેના કાર કલેક્શનમાં, મર્સિડીઝ-બેન્ઝ G 63 AMG, લેમ્બોર્ગિની હુરાકન અને ઓડી S5નો સમાવેશ થાય છે.