IPL 2026, CSK Captain: છેલ્લા કેટલાક સમયથી સંજુ સેમસનની ચેન્નઈ સુપર કિંગ્સમાં જવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતુ. જો કે આજે સવારે જ આ વાતની પુષ્ટી થઈ ચૂકી છે. આ સાથે જ એવી પણ વાતો થતી હતી કે, જો સંજુ સેમસન ચેન્નાઈમાં આવશે, તો કેપ્ટનશિપ કરશે. જો કે હવે 5 વખત IPL ચેમ્પિયન રહી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સની ફ્રેન્ચાઈઝીએ સ્પષ્ટતા કરી દીધી છે કે, આગામી સિઝનમાં તેમની ટીમનો કેપ્ટન કોણ હશે.
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 2024માં ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશિપ સોંપી હતી. જો કે અડધી સિઝનમાં જ ગાયકવાડ ઈજાગ્રસ્ત થતા ફરીથી મહેન્દ્રસિંહ ધોનીને જણ ટીમની કમાન સોંપવામાં આવી હતી.
આગામી સિઝન 2026 પૂર્વે સંજુ સેમસનનું નામ ટીમના ભાવિ કેપ્ટન તરીકે લેવામાં આવી રહ્યું હતુ. અગાઉ સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ ટીમનો કેપ્ટન હતો. સંજુની કેપ્ટનશિપ હેઠળ જ રાજસ્થાન રોયલ્સની ટીમે વર્ષ 2022માં ફાઈનલ મેચ રમી હતી. જે 2008 બાદ RR ટીમની ફાઈનલ મેચ હતી.
BCCIએ તમામ 10 ફ્રેન્ચાઈઝીઓ માટે પોતાના રિટેન અને રિલીઝ કરવામાં આવેલા ખેલાડીઓનું લિસ્ટ જારી કરવા માટે આજે સાંજ સુધીનો સમય આપ્યો હતો. જેથી તમામ ફ્રેન્ચાઈઝીઓએ પોતાની યાદી જાહેર કરી દીધી છે.
શનિવારે સાંજે જ CSKની ફ્રેન્ચાઈઝીએ જણાવી દીધું કે, IPL 2026માં ચેન્નઈ સુપર કિંગ્સનો આગામી કેપ્ટન કોણ હશે? ચેન્નાઈએ તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા પોતાના સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો અને પોતાના ભાવિ કેપ્ટન વિશે પણ સ્પષ્ટતા કરી દીધી છે. CSK ફ્રેન્ચાઈઝીએ ઋતુરાજ ગાયકવાડની તસવીરે પોસ્ટ કરતાં લખ્યું છે કે, માર્ગ બતાવો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ.
ચેન્નઈએ સંજુ સેમસનની જગ્યાએ રાજસ્થાનને રવિન્દ્ર જાડેજા અને સેમ કરન સોંપ્યા છે. ફ્રેનાઈઝીના CEO કાશી વિશ્વનાથને જણાવ્યું કે, ટીમને એક ટૉપ ઓર્ડર ભારતીય બેટ્સમેનની જરૂર હતી અને સંજુ સેમસન આ રોલમાં ફિટ બેસતો હતો, કારણ કે ઑક્સનમાં એવો કોઈ બેટ્સમેન તેમને ના મળ્યો. આથી તેમણે સંજુને ટ્રેડ કર્યો. આમ તો ફ્રેન્ચાઈઝી કોઈને ટ્રેડ નથી કરતી, પરંતુ ટીમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમણે સંજુને સામેલ કરવાનો નિર્ણય લીધો.
