Junagadh: ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ ગામોમાં ખેતી તથા બાગાયતી પાકોમાં નુકસાન થયું હતું. જેનું વળતર ચૂકવવા માટે ગુજરાત સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ઓનલાઈન અરજી કરવા માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રેકેજ પ્રમાણે, બિન પિયત, પિયત તેમજ બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર રૂ. 22,000/- લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે. જેને મેળવવા માટે લાભાર્થી ખેડૂતોએ ગામના VCE/VLE પાસે ઓનલાઇન અરજી કરાવવાની રહેશે.
આ પણ વાંચો
જેમાં 7-12 8-અ, તલાટીનો વાવેતરનો દાખલો, આધાર કાર્ડ, મોબાઈલ નંબર બેન્ક એકાઉન્ટ વિગત અને સંયુક્ત ખાતેદારોના કિસ્સાઓમાં ના વાંધા અંગેનો સંમતિ પત્ર સાથે જોડવાનો રહેશે અને ઓનલાઈન અરજી VCE/VLE વિશે મારફત કરવાની રહેશે. આ અરજીઓ 14 નવેમ્બર 2025 થી 15 દિવસ માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના તલાટીમંત્રી, ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1800-180-1551 નો સંપર્ક કરી શકાશે.
